________________
સામાજિક સ્થિતિ
૨૨૯ ગેર કે અગ્રગણ્ય વ્યક્તિ મારફતે થતું. સામાન્ય રીતે દરેક નાતમાં મોભાદાર કુટુંબને ત્યાં કન્યા આપવા તત્પર રહેતા. આ માટે ગમે તેટલી કિંમત ચૂકવવા પણ કેટલાક તૈયાર રહેતા, જ્યારે કેટલાક તે સારા કુટુંબના ગમે તેવા પુરુષને પણ સ્વીકારવા તત્પર રહેતા, આથી ઘણું આ તકને લાભ લઈ બહુપત્નીત્વ પણ જોગવતા તે કેટલીક વાર બાળલગ્ન વૃદ્ધલગ્ન જેવાં અનિષ્ટ પણ સર્જાતાં.
નીચલા વર્ગમાં છૂટાછેડાની પ્રથા પ્રચલિત હતી. અહીં પંચ સમક્ષ કબૂલાત આપીને છૂટાછેડા લઈ શકાતા. ગુજરાતી કડવા કણબી કામમાં એવો રિવાજ પ્રચલિત હતો કે કન્યાનું લગ્ન સિંહના ગુરુના સમયે થાય. આ સમય લગભગ બાર વર્ષે એક વાર આવતે, આથી સિંહના ગુના સમયમાં માબાપે પોતાની ગમે તેટલી ઉંમરની અપરિણીત કન્યાનાં લગ્ન ગમે તેવા નાતના પાત્ર સાથે કરી નાખતાં. કેટલીક વાર કન્યા ઘણી નાની હેય તે પૈસા આપીને પણ કેટલાક એનું લગ્ન કરી નાખતા. કેટલીક વાર કન્યા બહુ નાની હોય તે તાત્કાલિક અન્ય વ્યક્તિ સાથે લગ્ન ગઠવી ઉંમરલાયક થતાં એનાથી છૂટાછેડા લઈ અન્યત્ર લગ્ન કરવામાં આવતું. આવી કોઈ વ્યવસ્થા ન ગોઠવાય તે એવી કન્યાનું લગ્ન કૂલના દડા કે માટીના ઘડા સાથે કરી એ દડે કે ઘડે કૂવામાં નાખી દેવામાં આવતા. આ પછી કન્યા વિધવા કહેવાતી. અમુક સમય બાદ એનું ફરીથી લગ્ન કરવામાં આવતું. બાળલગ્ન
ઓગણીસમી સદી દરમ્યાન મરાઠાઓનાં આક્રમણોને લીધે ગુજરાતમાં બાળલગ્નનું પ્રમાણ વધી ગયું હતું. સમાજને મોટે વર્ગ કન્યાનું લગ્ન દસ વર્ષની ઉંમરે કરી નાખવું જોઈએ એ મતને હતો. કન્યાનું લગ્ન મોટી ઉંમરે કરાવું એ દેષ મનાતે, દરેક માબાપ પિતાની કન્યા બાર વર્ષની થાય એ પહેલાં તે પિતાની જ્ઞાતિને જે મુરતિયે મળે તેની સાથે પિતાની કન્યાનું લગ્ન કરી નાખવા તત્પર રહેતાં. કોઈ માબાપ પોતાની દીકરી ઉંમરલાયક થતાં ન પરણાવે તે સમાજ એને ટકવા દેતે નહિ. કેઈક કમનસીબ બાપને તે આ દેશ માટે જ્ઞાતિબહિષ્કાર જેવી સજા સહન કરવી પડતી. આ સંબંધમાં પોતાને ત્યાં એક પ્રસંગ ટાંકતાં લેડી વિદ્યાગૌરી નીલકંઠ જણાવે છે કે “એ જમાનામાં છોકરી દસ વર્ષની થાય એટલે લગ્ન કરવું જ જોઈએ એવો રિવાજ હતે. શારદા (એમની બહેન) બાર વર્ષની થવા આવી છતાં એનું લગ્ન થયેલું ન હોવાથી એમની માતા બાળા ઉપર ટીકાઓનો વરસાદ વરસતા. બાળા આ સર્વને મક્કમતાથી સામનો કરતી. બહુ જ પ્રયત્ન ડે. બટુકરામના પુત્ર સુમંતરાય સાથે શારદાના વિવાહ નક્કી થયા. એવામાં બટુકરામે પિતાના પુત્રને અમુક સ્ટીમરમાં ઇંગ્લેન્ડ મોકલવાનો