________________
૨૮
બ્રિટિશ કા આ વાતની જાણ એમનાં કુટુંબીઓને થતાં એમણે રોકકળ કરી મૂકી અને એવી પરિસ્થિતિ સઈ કે ન છૂટકે નંદશંકરભાઈને ઈંગ્લેન્ડ જવાને વિચાર પડત. મૂકવો પડ્યો.
આ પછી સરકારે મહીપતરામ રૂપરામને પસંદ કરી ઈંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો. આ વાત નાગર જ્ઞાતિમાં ફેલાતાં એમને જતા અટકાવવા અનેક પ્રયત્ન થયા. આ સર્વ સામે મક્કમતાથી ટકો રહી મહીપતરામભાઈ છેવટે ઈંગ્લેન્ડ ગયા. જતી વખતે એમની પત્નીએ રસ્તામાં એક માસ સુધી ચાલે તેટલું ભાથું બંધાવ્યું હતું. ત્યાં જમવાની તકલીફ ન પડે એ માટે એમણે એક બ્રાહ્મણ રસોઇયે સાથે રાખ્યો હતો. કેટલાક સમય બાદ ત્યાંનું કાર્ય પૂર્ણ કરી તેઓ સ્વદેશ પાછા. આવ્યા. પાછા આવ્યા ત્યારે એમના મિત્રવર્ગે એમને સંમાન્યા, પણ જ્ઞાતિજનોએ એમને નાતબહાર મૂક્યા. આના પરિણામે એમના કુટુંબની સ્થિતિ ઘણી જ કફેડી થઈ. કેટલીક વાર તે તેઓ બહાર નીકળે ત્યારે “વિલાયતી વાંદર” કહી નાતીલાએ મોં મચકેડતા અને પાછળ અવનવી ટીકાઓ કરતા. આ સર્વ સહન. કરતાં કરતાં મહીપતરામ ઘણા જ ત્રાસી ગયા હતા.
એવામાં એમના પિતાનું અવસાન થયું. આ તકને લાભ લઈ નાગર એમને વધારે હેરાન કરવા લાગ્યા. એમણે જાહેર કર્યું કે નાગર જ્ઞાતિના પુરોહિતે મહીપતરામના પિતાની મરણોત્તર ક્રિયા કરાવવી નહિ અને આ પ્રસંગે જે કઈ એમને ત્યાં જમવા જશે તેને નાતબહાર મૂકવામાં આવશે. ઘણી મુશ્કેલીને અંતે મકકમતાથી સામનો કરતાં કરતાં તેઓ આ કપરી કસોટીમાંથી પસાર થયા, પણ છેવટે એમને જ્ઞાતિ આગળ નમતું જોખવું પડયું. નાગરજ્ઞાતિની ઈચ્છા અનુસાર પ્રાયશ્ચિત્ત કરી બ્રાહ્મણોને દાનમાં પંદરસે રૂપિયા તથા જ્ઞાતિભોજન આપી તેઓ જ્ઞાતિમાં દાખલ થયા સમાજસુધારકોએ આ માટે મહીપતરામની ખૂબ ટીકા કરી. એ પછી ધીરે ધીરે જ્ઞાતિબંધને શિથિલ થતાં પરદેશગમન સહજ બનવા લાગ્યું. રૂઢિઓ અને સુધારા
આ સમયે સમાજમાં કન્યાવિક્રય બાળલગ્ન સતીપ્રથા, બાળકીને દૂધપીતી કરવાને ચાલ વગેરે અનેક દૂષણ પ્રચલિત હતાં. બ્રાહ્મણ વાણિયાની જ્ઞાતિઓમાં જ્ઞાતિની અનુમતિ વગર સગપણ તેડી શકાતું નહિ. કેટલીક—શ્રીમાળી ઉદુમ્બર વગેરે બ્રાહ્મણે જેવી–ાતિઓમાં જે વરપક્ષ સાથે કંઈ અણબનાવ થાય અને કન્યાને હથેવાળે થયો ન હોય તે વર તેરણે આવેલે પરણ્યા વગર પાછે. જ. ઘણી જ્ઞાતિઓમાં કન્યાવિયની બદી ફેલાયેલી હતી. આવું કાર્ય જ્ઞાતિના.