________________
બ્રિટિશ કાશ છે તેથી એ સમય પહેલાં લગ્ન કરી નાખવાનું જણાવ્યું. એ સમયે મીનાક ચાલતાં હતાં. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મોનાર્ક એટલે કે સૂર્ય મીન રાશિમાં હોય તે સમય દરમ્યાન લગ્ન કરવાનો નિષેધ મનાતે. આમ છતાં સારો મુરતિયો ગુમાવ. ન પડે અને પિતાની દીકરીને કન્યાકાલ વહી ન જાય એ માટે મનને મજબૂત કરી, વહેમને દૂર કરી શારદાનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. આ અંગે નાગરની નાતમાં ઘણી જ ટીકા થયેલી.૮
નવલરામે બાળલગ્ન અંગે પોતાના એક પદ્યમાં લખ્યું છે : હાં રે નામ બાળલગ્નનું તે બાળે,
બાળલગ્નનું નામ જ સુણતાં આવે મને કંટાળી રે,
પળિલગ્નનું દુઃખ દેખીને દેશ થઈ ગયો કાળા રે.” ધીરે ધીરે સમાજસેવકેના અથાગ પ્રયત્નોથી બાળલગ્ન વિરુદ્ધ લેકમત જાગ્રત થતાં સરકારને પણ આ અંગે વિચાર કરવો પડ્યો. ઈ. સ. ૧૮૯૧ માં હિંદી પીનલ કોડમાં સંમતિવયને કાયદામાં સરકારને સુધારે કરે પડ્યોઈ. સ. ૧૯૦૪ માં વડોદરા રાજ્યમાં ગાયકવાડ સરકારે કાયદા દ્વારા કન્યાની લગ્ન માટેની લઘુતમ વય ૧૬ વર્ષની નક્કી કરી. ઈ. સ. ૧૯૨૮ માં સારડા એકટ પસાર થતાં લગ્નવયમાં સારે એ સુધારે થયો. આ કાર્યમાં કવિશ્રી દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, બહેરામજી મલબારી, રણછોડભાઈ ઉદયરામ, કરસનદાસ મૂળજી અને મહીપતરામ રૂપરામ જેવા સમાજસુધારકે એ મહત્વનો ભાગ ભજવ્યું હતું. વિધવાવિવાહ
બાળલગ્નના પરિણામે બાળમરણનું પ્રમાણ વધતાં સમાજમાં બાળવિધવાએને વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયા. વિધવા-પુનર્લગ્ન માટે કોઈ વિચાર સરખે પણ કરી શકતું નહિ. કરસનદાસ મૂળજી જેવા સમાજ સુધારકે આ દિશામાં કંઈક કરી છૂટવા પ્રયત્નશીલ હતા. એમણે મહામુસીબતે સમાજમાં દાખલ બેસાડવા દિવાળીબાઈ નામની એક વિધવાનું ગંડુ નામના બ્રાહ્મણ સાથે લગ્ન ગોઠવ્યું. આ કાર્યમાં અંતે એમને ઘણું સહન કરવું પડયું. અગ્ય પતિને લીધે બાઈ બીચારી હેરાન થઈ ગઈ. અંતે લગ્ન નિષ્ફળ નીવડ્યું.
આ પછી કેટલીક સમજુતી બાદ કરસનદાસના અથાગ પ્રયત્ન એક ધનિક કપોળ વણિકની બાળવિધવા થયેલ ધનકર નામની કન્યાનું લગ્ન માધવદાસ રધનાથ નામના એક વૃદ્ધ સાથે થયું. આ અંગે સમાજમાં ઘણી જ ટીકા થયેલી. ઈ.સ. ૧૮૬૯-૭૦ માં કવિ નર્મદાશંકરે એક વિધવા સાથે લગ્ન કર્યું એને કારણે