________________
પરિશિષ્ટ (રાજકીય સંસ્થાઓ અને મંડળે)
૨૧૦ ૧૯૧૬ માં અમદાવાદમાં મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદ શ્રી. ઝીણાના પ્રમુખપદે ભરાઈ હતી એ માટે પણ ગુજરાત સભા સાધનરૂપ બની હતી. શ્રી. ઝીણું ત્યારે માત્ર કોંગ્રેસના એક નેતા જ નહિ, પરંતુ હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા.૧૫ અમદાવાદનું મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદનું આ અધિવેશન ઘણું જ મહત્વપૂર્ણ હતું. આ પરિષદ વખતે જ ૧૯૦૭ પછી પ્રથમ વાર વિનીત (મવાલ) અને ઉગ્ર (જહાલ) દળના નેતાઓ ફરી એક મંચ ઉપર ભેગા થયા હતા. ૧૯૧૭ માં ગાંધીજીને ગુજરાત સભાના પ્રમુખ નીમવામાં આવ્યા પછી એ સંસ્થામાં નવજીવનને સંચાર થયે હતો. ગાંધીજીએ ગુજરાત સભાની બેઠક દર વર્ષે ગુજરાતમાં બોલાવવાનું નક્કી કર્યું હતું અને તદનુસાર આવી પહેલી પરિષદ ૧૯૧૭ માં ગોધરામાં બોલાવવામાં આવી હતી. રાષ્ટ્રિય મહાસભા (૧૮૮૫)
સમસ્ત ભારતના રાજકીય પ્રશ્નોને વાચા આપવા માટે રાષ્ટ્રિય મહાસભા(કોંગ્રેસ) ની ૧૮૮૫ માં સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રિય મહાસભા પ્રથમ રાષ્ટ્રિય રાજકીય સંસ્થા અને ભારતમાં જૂનામાં જૂની રાજકીય સંસ્થા ગણાય છે. એની સ્થાપના અને પ્રવૃત્તિઓમાં ગુજરાતના રાજકારી નેતાઓએ ખૂબ જ સક્રિય અને અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતે. આ સંસ્થાની સ્થાપનાના ૧૧ મહિના પહેલાં જ મુંબઈમાં “મુંબઈ પ્રાંતિક સભા' નામની સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી હતી. એ સંસ્થા મુંબઈ પ્રાંતના રાજદ્વારી પ્રશ્નોને વિચાર તેમ પ્રસાર કરવા માટે રચવામાં આવી હતી. આ પ્રાંતિક સભાની રચનામાં ફીરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી અને કે. ટી. તેલંગે મહત્ત્વને ભાગ ભજવ્યું હતું.
હિંદી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના એ આધુનિક ભારતના ઈતિહાસને એક મહાન બનાવ ગણવામાં આવે છે, તેથી જ ડે. પટ્ટાભી સીતારામૈયા લખે છે કે “મહાસભાને ઇતિહાસ એ સાચી રીતે હિંદની મુક્તિની લડતને ઈતિહાસ છે.” તેથી જ કહેવાય છે કે રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના પછી ભારતની મુખ્ય રાજકીય પ્રવૃત્તિઓ એ સભારૂપી મુખ્ય નહેરમાંથી પસાર થતી હતી અને બાકીનાં ક્ષેત્ર સૂકાં થઈ ગયાં હતાં.૧૭
રાષ્ટ્રિય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રેજ ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું. એના પ્રતિનિધિઓના સ્વાગતની જવાબદારી મુંબઈ પ્રાંતિક સભાને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રિય મહાસભાની સ્થાપનામાં અનેક પારસીઓ અને ગુજરાતીઓએ ભાગ લીધે હતો. એમાં મુખ્ય હતા દાદાભાઈ નવરોજી, દીનશા વાછા, ફીરોજશાહ મહેતા,