________________
૨૧૬
બ્રિટિશ મા પ્રજાહિતવર્ધક સભા (૧૮૮૨)
૧૮૭૮માં સુરતની પ્રજાએ જે અદ્ભુત રાજકીય જાગૃતિ અને એક્તા દર્શાવેલી તેનાથી પ્રોત્સાહિત થઈને ડે. હરિ હર્ષદ ધ્રુવ અને શ્રી ઉકાભાઈ પરભુદાસે ૧૮૮૨ માં સુરતમાં “પ્રજાહિતવર્ધક સભા'ની સ્થાપના કરી હતી. ૧૮૮૨ માં લેડ રિપને સ્થાનિક સ્વરાજ્યને પ્રસિદ્ધ કાયદે પસાર કરી મ્યુનિસિપાલિટીએ અને લેકલ બેડમાં લેકેને પોતાની પસંદગીના સભ્યોની અમુક સંખ્યા નીમવાને હક્ક આપ્યું હતું. પ્રજાને મળેલા સ્થાનિક સ્વરાજ્યના આ હક્કના અનુસંધાને પ્રજાહિતવર્ધક સભાએ પિતાના સ્થાપના-કાલથી જ રાજકીય ક્ષેત્રે જાગૃતિ દાખવી કેટલીક મહત્વની સફળતા મેળવી હતી, જે આ પ્રમાણે હતીઃ (૧) સરકારમાં લખાણે મેકલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધારાવી હતી, (૨) રૂ. ૨,૦૦૦ ની મિલકતવાળાને મતાધિકાર અપાવ્યું હતું, અને (૩) ૧૮૭૮ માં સુરતમાં લાયસન્સ-ટેક્સના વિરોધમાં થયેલ હુલાના બહાના હેઠળ સુરત શહેર ઉપર રૂ. ૧૮,૦૦૦ને દંડ થયેલે તે માફ કરાવ્યો હતે.૧૩
આ સભાની કામગીરીમાં સક્રિય રસ લઈ એને સફળતા અપાવવામાં ડે. હરિ હર્ષદ ધ્રુવે ખૂબ જ મહત્વને ભાગ ભજવ્યો હતો. સુરતના તત્કાલીન રાષ્ટ્રવાદી કાર્યકર શ્રી ગુલાબદાસ ભાઈદાસ વકીલ અને મંચેરશી કેકેબાદ ડે. ધ્રુવના સહાધ્યાયી હતા. ડે. ધ્રુવે રાષ્ટ્રિય મહાસભા (કોંગ્રેસ)ની પ્રથમ બેઠક મુંબઈમાં મળી તેમાં પણ હાજરી આપી હતી અને એની ખુલ્લી બેઠકમાં ઠરાવ રજૂ કર્યા હતા અને ભાષણ કર્યા હતાં. ગુજરાત સભા (૧૮૮૪)
રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના પૂર્વ પ્રાંતમાં રાજકીય અને રાષ્ટ્રિય પ્રવૃત્તિઓના સંચાલન માટે પ્રાંતીય સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી. ગુજરાત માટેની એવી પ્રાંતિક સંસ્થા અમદાવાદમાં ૧૮૮૪ માં “ગુજરાત સભા' નામથી સ્થપાઈ હતી. એ ગુજરાતના રાજકીય પ્રશ્નોમાં રસ લેતી હતી. એને હેતુ અરજીઓ લખીને કે પ્રતિનિધિઓ મોકલીને સરકાર પાસે પ્રજાની મુશ્કેલીઓ અને ફરિયાદો રજૂ કરવાનું હતું. આમ આ સભા વિનીત વિચારસરણીમાં માનતી હતી. અમદાવાદના જાણીતા વકીલ ગેવિંદરાવ પાટીલ અને શિવાભાઈ પટેલ તથા દાક્તર બેંજામિને વારાફરતી ગુજરાત સભાનું કામકાજ વર્ષો સુધી એના મંત્રી તરીકે સંભાળેલું. ૧૯૦૨માં રાષ્ટ્રિય મહાસભાનું ૧૮ મું અધિવેશન અમદાવાદમાં ભરાયેલું તે આ સભાને આભારી હતું. ૧૪