________________
પરિશિષ્ટ (સિક્કા)
૧૮૫૨-૯૫ વચ્ચે જામ વિભાજીએ ઉપર મુજબના લખાણવાળી સેનાની ૯૯ ગ્રેન વજનની કારી૨૧ પશુ પાડેલી. એમણે ચદિીની કેરી તથા અરધી કરી અને તાંબાના ઢીંગલા અને દેકડા પાડ્યા હતા.
બીજા એક પ્રકારની કેરીની મુખ્ય બાજુએ બે કટારની વચ્ચે લખાણ જામ વિભાજી' તથા બીજી બાજુ વલમાં કેરી’ તથા અર્ધવર્તુલાકારે નાગરી લખાણ નવાનગર' સાથે વિક્રમ સંવત હોય છે. પાંચ કેરીના સિક્કા પણ હતા, જેમાં મુખ્ય બાજુએ મથાળે ફારસીમાં “મુઝફરશાહ, નીચે નાગરીમાં વિભાજીનું નામ તથા મૂલ્ય અને બીજી બાજુ સુલતાન મુઝફફર ૩ જાના સિક્કાઓના ફારસી લખાણના અવશેષ હતા. ત્રણ દેકડા ઉપર મુખ્ય બાજુ નાગરીમાં “મહારાજાધિરાજ જામશ્રી વિભાજી' તથા કટાર અને બીજી બાજુ કિરણોત્સર્ગ વલમાં લખાણ સંસ્થાન નવાનગર, બીજા પ્રકારમાં મુખ્ય બાજુ ફારસીમાં “મુઝફફરશાહ નાગરીમાં શ્રી જામ તથા સંવત અને બીજી બાજુ વર્તલમાં મૂલ્ય તથા કટાર; બે દેકડામાં મુખ્ય બાજુ કટાર સાથે નાગરીમાં નામ, બીજી બાજુ મૂલ્ય તથા સંવત દર્શાવાતાં. જૂની કેરીના પ્રકારને દેકા તથા તાંબિયે પણ ચલણમાં હતા.
પિરબંદર રાજ્ય: ૧૮૩૧ ની વિકમાતજીની રાણાશાહી કરી પણ જૂની જામશાહી કેરી જેવી જ હતી, પરંતુ હિજરી વર્ષ ૯૭૮ ને બદલે ૮૦૭૨૩ તથા શ્રી જામને સ્થાને શ્રીરાણ' લખાતું. ચાંદીમાં કેરી (૭૨ થી ૭૬ ગ્રેન), અરધી કેરી અને પાવ કેરી તેમજ તાંબામાં દેકડે તથા તાંબિયો એમ વિવિધ પ્રકારે હતા.
રાધનપુર રાજ્ય : બાબી નવાબ જોરાવરે રૂપિયાથી બે આના સુધીના સિક્કા પાડ્યા હતા. મુખ્ય બાજુએ ફારસીમાં વિકટેરિયાનું નામ તથા ખિતાબ મકે મુઆઝમે,' ટંકશાળનું નામ તથા ખ્રિસ્તી વર્ષ, બીજી બાજુ ફારસી શબ્દમાં મૂલ્ય તથા નવાબનું નામ તથા ખિતાબે દર્શાવાતાં. રૂપિયાનું વજન આશરે ૧૮૦ ગ્રેન, આઠ આનાનું આશરે ૯૦ ગ્રેન, ચાર આનાનું આશરે ૪૫ ગ્રેન અને બે આનાનું આશરે ૨૨,૫ ગ્રેન વજન હતું. ત્રાંબાના સિક્કા જાડા, લંબચોરસ તથા અનિયમિત ઘાટના હતા, જેના ઉપર એક બાજુ પ્રથમાક્ષર નાગરી જે દર્શાવાત, બીજી બાજુ લખાણ કે ચિલ વિનાની હતી. આ
પછીના નવાબ બિસિમલ્લાએ (૧૮૭૪–૯૫) બંને બાજુ ફારસી લખાણવાળા ૧૭૫ ગ્રેન વજનના રૂપિયા પાડ્યા હતા. મુખ્ય બાજુ રાણીના ખિતાબ કેસર– હિન્દ' તથા “મકે મુઝમે,” ખ્રિસ્તીવર્ષ અને ટંકશાળ તથા બીજી બાજુ નવાબનું નામ તથા ખિતાબો સાથે હિજરી વર્ષ દર્શાવાતું. તાંબાના જોરાવરના પ્રકારના, પરંતુ પ્રથમાક્ષર “બિ દર્શાવતા પૈસા પણ હતા.