________________
બ્રિટિશ કાળ
૧૦
નાગરીમાં મહારાજાધિરાજ મિરા મહારાશ્રી પ્રાગમલજી ખહાદૂર' લખાતું. તાંબાના ઢાકડા ત્રણ પ્રકારના હતા :- કટાર, નાગરીમાં સવત તથા ટંકશાળના નામવાળા; ફારસીમાં મૂલ્ય, ખ્રિસ્તી વર્ષી તથા ટંકશાળના નામવાળા અને વિકટારિયાનાં નામ તથા ખિતામા અને નાગરીમાં પ્રાગમલજીના નામવાળા. આવા જ દોઢ દોકડા તથા તાંખિયા હતા.
૧૮૭૫ માં ખેંગારજી ૩ ા ગાદોએ આવતાં ચાંદીમાં પાંચ કારો અને અઢી કારી તથા તાંબામાં દોકડા દાઢ દોકડા ત્રણ દોકડા તથા તાંબિયા પાડયા. પાંચ કારીનું ફારસી લખાણ ‘વિકટારિયા કૈસર-હિન્દ ઝ ભૂજ', ખ્રિસ્તી વર્ષી, ખીજી બાજુ ત્રિશૂળ કટાર અÖચંદ્ર સાથે “મહારાજાધિરાજ મિરા મહારા શ્રી ખેંગારજી બહાદૂર' નાગરીમાં લખાતું. બીન સિક્કા લગભગ પ્રાગમલજીના સિક્કાઓ જેવા જ હતા, પરંતુ અઢી કારી ઉપર ખેંગારજીના ‘સવાઈ બહાદુર' તરીકે ઉલ્લેખ છે. ૧૮
જૂનાગઢ રાજ્ય : જૂનાગઢના નવાખાની કારી દીવાનશાહી' તરીકે આળખાય છે. ૧૮૧૮ માં બહાદુરખાન ૧ લાનું રાજ્ય હતું તેની કારીનું વર્ણન આ પૂર્વેના ગ્રન્થમાં આવી ગયું છે. ૧૮૪૦ પછી નવાબ હમીદખાને મુખ્ય બાજુએ ફારસીમાં અકબર ૨ જાનું નામ, નીચે નાગરીમાં શ્રી દીવાન', બીજી ખાજુ હિજરી વર્ષી, નાગરીમાં વંશ-દશ્તક અક્ષર વા,' તથા જૂનાગઢ' ના છેલ્લા ખે અક્ષરા ', ફારસીમાં ટંકશાળનું નામ તથા વિક્રમ સંવતવાળી અરધી કારી પાડી હતી. ૧૯
મહાબતખાન ૨ જાએ એવા જ પ્રકારની ૭૦ થી ૭૨ ગ્રેન વજનની કારીના તથા ૨૮ થી ૩૬ ગ્રેન વજનની અરધીકારીના સિક્કા પાડવા, એમાં મુખ્ય બાજુએ ફારસીમાં નવાબના નામવાળી ઘેાડા નાના કદની કારીએ પણ પાડી હતી. ૧૮૯૨ થી રસલ મહાબતખાન ૩ જાએ પેાતાની કારીઓ ઉપર સેારઠ સરકાર’ અને વિક્રમ સંવત તથા ખીજી બાજુ ફારસીમાં રિયાસતે જૂનાગઢ' લખાણવાળા પૈસા પાડવા.૨૦
નવાનગર રાજ્ય : આ રાજ્યની કારી ‘જામશાહી' કહેવાય છે. એનું વજન ૭૦ થી ૭૪ ગ્રેન હેાય છે. ૧૮૨૦ની રણુમલજીની કારીની મુખ્ય બાજુએ ફારસીમાં ગુજરાત સુલતાન મુઝફ્ફરશાહ ૩ જાનુ નામ, હિજરી ૮૭૮ વર્ષી તથા મુઝફ્ફરના સિક્કાના ફારસી લખાણુના અવશેષ! માત્ર ઊભી લીટીઓ જેવા દેખાય છે. નીચે નાગરીમાં શ્રી જામજી” લખાણુ હાય છે. ખીજી બાજુ પણ સુલતાનના સિક્કાનાં લખાણુના ક્ારસી અવશેષ દેખાય છે. અરધી કરી પણ હતી.