________________
પરિશિષ્ટ સિક્કા) બીજી બાજુ ફારસીમાં કૌટુંબિક ખિતાબવાળા પૈસા તેમજ મુખ્ય બાજુ પ્રથમાક્ષરો, ઘોડાની ખરી, હિજરી વર્ષ તથા બીજી બાજુ ફારસી ખિતાબવાળા પૈસા એમ ત્રણ પ્રકારના પૈસાના સિક્કા પડાવ્યા હતા.
મલ્હારરાવના બે રૂપિયા ૧૦ રૂપિયે તેમ જ અરધા પર એમના પ્રથમાક્ષર કટાર ટંકશાળ તથા બીજી બાજુ ફારસીમાં કૌટુંબિક ખિતાબ મળે છે. તાંબામાં એમના બે પૈસા, પૈસા તથા મધ્યમાં દડાવાળા પૈસા પડાવ્યા હતા.
સયાજીરાવ ૩ જાનાં શરૂઆતનાં વર્ષોના રૂપિયા, અરધા, ચાર આને તથા બે આના મલ્હારરાવના ચાંદીના સિક્કા જેવા જ હતાપરંતુ પછીનાં વર્ષોમાં પિતાની અર્ધ છબી તથા નાગરીમાં નામ અને બીજી બાજુ નાગરીમાં મૂલ્ય કટાર તથા સંવત દર્શાવતા વિવિધ પ્રકારના રૂપિયા પાડ્યા હતા. ૧૫
કચ્છ રાજ્યના સિક્કા : ૧૮૧૮ માં ભારમલ ૨ જ સત્તા પર હતા. એમની ૬૫ થી ૬૮ ગ્રેન વજનની કેરી ઉપર ફારસીમાં ગુજરાતના સુલતાન અહમદશાહ ૨ જા(ઈ.સ. ૧૪૫૧ થી ૧૪૫૯)નું નામ તથા નીચે નાગરીમાં “રાઉથી ભારમલજી' લખાણ દષ્ટિગોચર થાય છે.
દેશળજી ૨ (૧૮૧૯ થી ૧૮૬૦)ની કેરી ઉપર ફારસીમાં અકબર ૨ જાનું નામ તથા નાગરીમાં પિતાનું નામ લખાતું. બીજી બાજુ ફારસીમાં હિજરી વર્ષ તથા ટંકશાળનું નામ “ભૂજ' લખવાનું એમણે શરૂ કર્યું. કદ તથા વજનમાં આ કેરીઓ અગાઉની કેરી જેવી જ હતી, પરંતુ દેશળજીએ અરધી કરી પણ પાડી હતી.૧૨ બીજા પ્રકારની કેરી તથા અરધી ઉપર મુખ્ય બાજુ પર ટંકશાળનું ફારસી નામ તથા બીજી બાજુ નાગરીમાં “રાઉશ્રી દેશળજી સાથે વિક્રમ સંવતનું વર્ષ લખાતુ. આ રાજાના પ્રથમ પ્રકારની કેરી જેવા દેકડા, અકબર ૨ જાના ફારસી નામવાળા દોકડા તેમજ તાંબિયા પણ મળે છે. બહાદુરશાહના નામવાળા દેકડા તાંબિયા તથા ઢીંગલા પણ એવા હતા.
પ્રાગમલજી ૨ જાના સમય(૧૮૬૦–૭૫)માં મુખ્ય બાજુ પર શહેનશાહના નામને સ્થાને ફારસીમાં રાણું વિકટેરિયાનાં નામ તથા ખિતાબો અને ખ્રિસ્તી વર્ષ દર્શાવતા સિક્કા શરૂ થયા. સેનાની કેરી ખૂબ જ આકર્ષક હતી. ટંકશાળને ઉલલેખ હવે “ભૂજનગર' તરીકે થવા લાગ્યા. બીજી બાજુ ત્રિશલ અર્ધચંદ્ર તથા કટાર દર્શાવાતાં અને નાગરીમાં વિક્રમ સંવત તથા “મહારાજેશ્રી પ્રાગમલજી' લખાતું.૭ સેનાની કેરી, ચાંદીની કેરી, અઢી કરી અને પાંચ કેરીના સુંદર કલામય સિક્કા હતા, જેને સળ સુંદર પર્ણોની આલંકારિક કિનારી પણ હતી.