________________
બ્રિટિશ કાય લુણાવાડા રાજ્યઃ મહારાણું વખ્તસિંહજીના ૧૮૬૭ના ચેરસ કે લંબચોરસ પૈસા તથા અરધા પૈસા મળે છે. મુખ્ય બાજુએ કમળ તથા ત્રટક અસ્પષ્ટ ગુજરાતી લખાણ તથા બીજી બાજુએ અસ્પષ્ટ લખાણ તથા નિશાનીઓના અવશેષ હોય છે. પૈસા ૧૨૦ થી ૧૨૮ ગ્રેનના અને અરધા પૈસા ૫૦ થી ૭૫ ગ્રેનના હતા. પિસાના એક બીજા રસપ્રદ પ્રકારમાં મુખ્ય બાજુએ જમણી બાજુ જેતે સિંહ, તલવાર, સંવત તથા ગુજરાતી લખાણ લણવાડી અને બીજી બાજુ અસ્પષ્ટ તૂટક લખાણ તથા નિશાનીઓ હોય છે.૨૫
ખંભાત રાજ્ય શીયા નવાબ જાફરખાનને ૧૮૮૦ ને રૂપિયે મળે છે. મુખ્ય બાજુ ફારસીમાં નવાબનું નામ, હિજરી વર્ષ, બીજી બાજુ ફારસીમાં માનુસ ફોર્મ્યુલા તથા ટંકશાળનું નામ હોય છે. આવા બે આના પણ હતા. આ. રાજ્યના પૈસા અનિયમિત આકારના, જાડા, મુખ્ય બાજુ અંતર્ગોળમાં ગુજરાતીમાં “પૈસા શ્રી સાલ (કે શ્રી સવા ?)” લખાણવાળા તથા બીજી બાજુ લખાણ વગરના અથવા ફારસીમાં “શાહ' લખેલા હોય છે. બીજા પ્રકારના પૈસા ઉપર મુખ્ય બાજુ “શ્રી ખંભાત બંદર સં. ૧૯૪૮ ની સાલ' લખેલું હોય છે અને ત્રીજા પ્રકારમાં મુખ્ય બાજુ ફારસીમાં “રિયાસતે કમ્બાયત તથા બીજી બાજુ ગુજરાતીમાં મૂલ્ય તથા સંવતવાળા પાતળા તથા ગોળ હોય છે. ૨૭
છોટા ઉદેપુર રાજ્ય: મહારાવળ મેતસિંહજીના બે પૈસા મળે છે. મુખ્ય બાજુ ગુજરાતીમાં આંકડા તથા શબ્દમાં મૂલ્ય, કટાર, લખાણ “મહારાવલશ્રી મોતીસંગજી', બીજી બાજુ ૧૯૪૮ સાથે લખાણ “સ્વસ્થાન ટાઉદેપાર હોય છે.૨૮ એક પસે પણ મળે છે, પણ એનાં ગુજરાતી લખાણ વાંચી શકાતાં નથી.
પાદટીપ
9. P. L. Gupta, Coins, p. 145 ૨. Ibid, p. 159
૩. Ibid., p. 162 ૪. J. N. S, I, Vol. XXIII, p. 90 ૫. Ibid., Vol. XIXpp. 59–70 S. P. L. Gupta, op. cit., p. 165 ૭. Ibid., p. 177,
૮. Ibid, p. 170 ૯. John Allan, Catalogue of the Coins in the Indian Museum, - Calcutta, Vol. IV, p. 160 ૧૦. Ibid, PIIX-7
૧૧. Ibid, PI, IX-4 ૧૨. Ibid, P. IX-5
૧૩. Ibid, PI, IX-6