________________
સમકાલીન રિયાસત
૧૭. ખંભાતમિનખાન ૨ જાના વખત(૧૭૪૮–૮૩)થી અહીં નવાબી સ્થિર થઈ હતી. વસઈની સંધિથી પેશવાએ ખંભાતને લગતા પિતાના સઘળા હક્ક અંગ્રેજ સરકારને સુપરત કરી દીધા હતા (૧૮૦૦). ૧૮૧૮ માં બ્રિટિશ સત્તા ગુજરાતમાં દઢ થતાં ખંભાતમાં જુદે રેસિડેન્ટ રાખવાની પ્રથા બંધ થઈ ને ખેડા જિલ્લાના કલેકટરને ખંભાત રાજ્યને પોલિટિકલ એજન્ટ ઠરાવવામાં આવ્યું. એ વખતે ફતેહઅલીખાન (૧૭૮૦–૧૮૨૩) ખંભાતના નવાબ હતા. ફતેહઅલી ખાન અપુત્ર ગુજરી જતાં એમના પછી એમના ભાઈ બંદઅલીખાન તખ્તનશીન થયા. એમને વારસે એમના ભાઈ યાવરઅલીખાનને મળે, પણ એમણે ગાદીને હકક પિતાના શાહજાદા હુસેન યાવરખાનને આપી દીધો (૧૮૪૧). ૧૮૫૩ માં મીઠાની જકાત નાખી ને રાજ્યની હદમાં રહેલા મીઠાના અગર બંધ કરવામાં આવ્યા. ૧૮૮૦માં લાંબું રાજ્ય કરી નવાબ હુસેનયાવરખાન જિન્નતનશીન થયા. એમના પછી એમના વડા શાહજાદા જફરઅલીખાનનવાબ (૧૮૮૦-૧૯૧૫) થયા. ૧૮૮૧ માં મીઠા અને અફીણ પકવવાનું કાયમ માટે બંધ કરવા અંગે તથા અફીણના વેચાણ અંગે અંગ્રેજ સરકાર સાથે કરાર થયા. ૧૮૮૪-૮૫ માં બ્રિટિશ હિંદની જેમ ખંભાત રાજ્યમાં જકાતના દર નક્કી કરવામાં આવ્યા. ૧૮૮૮માં ખંભાત રાજ્યમાં મુક્ત વેપાર-રોજગારની છૂટ થઈ. ૧૮૮૯ માં શેપર્ડ મારકીટ થઈ. ૧૮૯૦ માં દીવાન શામરાવ નારાયણ લાડ સામે લેકએ હુલડ મચાવ્યું, એને દાબવા માટે ખેડા જિલ્લાના કલેક્ટરની મદદ લેવી પડેલી. અંગ્રેજ સરકારે ખંભાતને વહીવટ પિતાને હસ્તક લીધે ને ૧૮૯૪ માં દીવાન તરીકે શ્રી માધવરાય વ્યાસની નિમણૂક કરી રાજ્યાધિકાર નવાબને પાછી સોંપ્યા. ૧૮૯૦ માં ખંભાત દરબારી ગેઝેટ શરૂ થયું. ૧૮૯૨ માં સુધરાઈ સ્થપાઈ. ૧૮૯૩ માં ન્યાયમંદિરનું નવું મકાન બંધાયું તેમજ કેનેડી હોસ્પિટલ થઈ. ૧૮૯૮ માં ઝનાના હોસ્પિટલ થઈ. ૧૯૦૧ માં ખંભાતની ટંકશાળ બંધ થઈ. ૧૯૦૧ માં પેટલાદ-ખંભાત રેલવે નાખી એને આણંદ-પેટલાદ રેલવે સાથે જોડવામાં આવી. ૧૯૦૮ માં ખંભાતમાં કાપડ વણવાની મિલ સ્થપાઈ. ૧૯૧૧ માં ખંભાતી નાણાનું ચલણ બંધ થયું.૯૪
૧૮ સચીન–સચીનના નવાબ સીદી મુસલમાન છે. જંજીરા(કાંકણુ)ની જાગીર એમને ૧૫ મી સદીમાં મળેલી. ૧૭૯૦ માં બ્રિટિશ સરકારે એમના વંશજ બાલુમિયાંને જંજીરાના બદલામાં સચીનની જાગીર આપી. ત્યારથી આ વંશની રાજધાની સચીનમાં થઈ. નવાબ ઇબ્રાહીમ મહંમદ યાકુતખાન(૧૮૨–૧૮૫૩)ના સમયમાં રાજ્યનું દેવું વધી જતાં અંગ્રેજ સરકારે રાજ્યને વહીવટ પિતાને હસ્તક લીધે. નવાબ અબ્દુલકરીમખાન(૧૮૫૩–૧૮૬૯)ને ૧૮૫૯ માં અંગ્રેજ સરકારે રાજ્ય પાછું સોપ્યું. પછી ઇબ્રાહીમ મહંમદ યાકૂતખાન ૨ જા તખ્તનશીન થયા. એ