________________
બ્રિટિશ કાય
૧૪. પાટડી—૧૮૨૦ માં અગ્રેજ સરકાર અને પાટડી દરબાર વચ્ચે કેટલ કરાર થયા. દરબારે મીઠાના અગર ઉપરના પેાતાના સઘળા હક્ક છેાડી દીધા. કડવા પાટીદાર દેસાઈ કુલના દરબાર વખતસિંહ ૧૮૨૯ માં અવસાન પામ્યા પછી રિસ ́ ુજી (૧૮૨૯-૩૬), કુબેરસિ’હજી (૧૮૩૬–૪૬), જોરાવરસિંહજી (૧૮૪૬-૭૫) અને હિંમતસિંહજી(૧૮૭૫–૮૪)ના અમલ પ્રવર્તો. હિંમતસિંહજી અપુત્ર મુત્યુ પામતાં રાજવારસા એમના ભાઈ સૂરજમલજીને મળ્યા. એ થા વના સરદાર ગણાતા. ૯૧
૧૪૯
૧૫. માંટવા–માણાવદર-સરદારગઢ—જૂનાગઢના શેરખાન બાબીના ભાઈ ક્લેિરખાને માણાવદરના અને શેરજમાનખાને ગીદડ(સરદારગઢ)–બાંટવાને વહીવટ અલગ કર્યાં હતા (૧૭૭૦) ને શેરજમાનખાનના પુત્ર એદલ ખાને બાંટવાને વહીવટ અલગ પાડયો હતા (૧૮૧૨), બાંટવામાં એદલખાનજી પછી મહમદખાનજી, શેરષુલ દખાનજી, શેરખાનજી (૧૮૫૬–૮૯), રુસ્તમખાનજી વગેરે તાલુકદાર થયા. માણાવદરમાં દિલેરખાનને વારસો ક્રમશઃ સરદારખાનજી, ગજનક્ખાનજી ૧ લો, કમાણુદ્દીનખાનજી ૧ લા, નેવરખાનજી, ગજનફરખાનજી ૨ જા (મૃ. ૧૮૮૭) અને તેહજંગખાનજીને મળ્યા, ગીદડનું નામ ૧૮૯૮ માં ‘સરદારગઢ' રાખવામાં આવ્યું. ત્યાં શેરજમાનખાનજીના ખીજા સાહેબનદા મુખત્યારખાનજી(મૃ. ૧૮૧૧)ની શાખા પ્રવતૅલી, એમના પૌત્ર નથુખાનજી પછી એમના પુત્ર સાહામતખાનજી ગાદીવારસ થયા (૧૮૬૭). એમાં એમના નાના ભાઈ અનવરખાનજી ભાગદાર ઠર્યા હતા. ૯૨
૧૬. માંગરાળ—અહીં ૧૭૪૮ માં શેખમિયાંએ પેાતાની સત્તા સ્થાપી હતી. એમના વ‘શના શેખ બદરુદ્દીન પછી એમના પુત્ર ખાવામિયાં (૧૮૧૫-૨૩) તખ્તનશીન થયા. અપુત્ર ખાવામિયાં પછી એમના નાના ભાઈ શેખ ખડામિયાં ગાદીએ આવ્યા. ૧૮૪૬ માં મકરાણીઓએ માંગરેાળ પર ધાડ પાડી રાજમહેલ લૂંટયો. આનું વળતર અંગ્રેજ એજન્સીએ જૂનાગઢ પાસેથી અપાવ્યું, કેમકે જૂનાગઢ રાજ્યે એને મદદ કરવાના કરાર કરેલા હતા. ૧૮૬૪ માં માંગરોળમાં અદાલત સ્થપાઈ, ડામિયાં ગુજરી જતાં એમના મેાટા પુત્ર શેખ બાપુમિયાં ગાદીએ આવ્યા (૧૮૭૪), એમને વારસા એમના નાના ભાઈ હુસેમિયાંને મળ્યા (૧૮૭૯), એમની સગીર અવસ્થામાં 'ગ્રેજ એજન્સીએ માંગરાળના વહીવટ સંભાળેલા, હુસેનમિયાંના સમયમાં કારભારી છેટાલાલ શિવજીએ માંગરાળનુ` રાજકીય બધારણ નવી પદ્ધતિનું બાંધી આપ્યું. ૧૯૦૭ માં હુસેનમિયાં અપુત્ર ગુજરી જતાં એમના નાના ભાઈ જહાંગીરમિયાંને ગાદી મળી. એમના સમયમાં કૅરાનેશન હાઈસ્કૂલ સ્થપાઈ (૧૯૧૨) ૯૩