________________
૧૫૦
બ્રિટિશ કાણ ૧૮૭૩ માં ગુજરી જતાં એમના વડા શાહજાદા અબ્દુલકાદર ગાદી પર બેઠા. એમણે પિતાના સગીર શાહજાદા ઇબ્રાહીમખાનની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. એમની સગીર અવસ્થા(૧૮૮૯-૧૯૦૭)માં અંગ્રેજ સરકારે રાજ્યકારભાર સંભાળે. નવાબે શાહજાદા નજર અલી ખાનને નવાબપદ આપ્યું.૯૫
૧૯. પિળે (પછીથી વિજયનગર)-ઈડરના પહેલા રાઠોડ વંશના છેલ્લા રાજા ચંદ્રસિંહ પડોશના જાગીરદાર ઠાકરના સતત ઉપદ્રવથી કંટાળી પોળે ચાલ્યા ગયા ત્યારે ત્યાં પ્રતિહાર કુલના એમના સસરા રાજ્ય કરતા હતા. પળે પાસેના સરસવ ગામમાં સસરાને નિમંત્રણ આપી દગાથી મારી નાખ્યા ને પળેની ગાદી, કબજે કરી ત્યાં પિતાને વંશ સ્થાપે (૧૭૨૦). એમના વંશજ પહાડસિંહજી પછી એમના પુત્ર નવલસિંહજી ગાદીએ આવ્યા (૧૮૫૯). એમની હયાતી બાદ એમના કાકાના દીકરા હમીરસિંહજી રાજા થયા (૧૮૬૪). પિળાનાં હવાપાણું સારાં રહેતાં નહિ હોવાથી હમીરસિંહજીના વખતથી રાજ્યકર્તા ઘોડાદરમાં દરબારગઢ બાંધી ત્યાં રહેતા થયા. એમના મૃત્યુ બાદ પાટવી કુંવર પૃથ્વીસિંહજી સગીર વયે ગાદીએ બેઠા. (૧૮૮૯).૧૬ એમણે પુખ્ત વયના થતાં ૧૮૯૩ માં સત્તાનાં સૂત્ર સંભાળ્યાં. તેઓ ૧૯૦૫ માં અપુત્ર અવસાન પામ્યા, આથી એમને ગાદીવારસે એમના નાના સાવક ભાઈ ભૂપતસિંહજીને મળ્યા (૧૯૦૬). ભૂપતસિંહજીના મોટા ભાઈ મોબતસિંહજીએ પળાની ગાદી પરને હક્ક તજી દઈ ઈડર તાબાની વેરાબર જાગીર સંભાળી. આગળ જતાં એમને એ ઉપરાંત પળે રિયાસતની ગાદીને વારસો પણ પ્રાપ્ત થયો (૧૯૧૩).. મહેબતસિંહજી ૧૯૧૪માં મૃત્યુ પામ્યા.૯૭
૨૦મોહનપુર-મોહનપુર(હાલ તા. પ્રાંતીજ)ને ઠાર રહેવર રાજપૂત હતા. એ ચંદ્રાવતીના પરમાર રાવના કુલના હતા. એમના પૂર્વજ જસપાળ ચંદ્રાવતીથી ૧૨૨૭માં હડોલ આવી વસેલા. એમની તેરમી પેઢીએ પૃથુરાજ થયા. એમણે ધડવાડામાં રિયાસત સ્થાપી. હાલમાં ઠાકર હરિસિંહે ગાદી સ્થાપી. એમના પછી પબાજી, સહાજી, હીંગોળજી, ગંગદાસ અને મુનદાસ નામે એક પછી એક રાજા થયા. હીંગોળજીના કુંવર રાજસિંહજીએ રણુસણમાં જુદી ગાદી સ્થાપી. હીંગોળજીના ભત્રીજા ગંગદાસના પુત્ર મુનિદાસજીએ મોહનપુર વસાવી ત્યાં રાજધાની કરી. મુનદાસજી પછી મને હરદાસજી, સેઢસિંહજી, દલીજી અને જિતસિંઘજી ક્રમશઃ ગાદીએ આવ્યા. પછી જાલમસિંહજીને ગાદીવારસ મળે (૧૭૬૪), પણ એ અપુત્ર હાઈ એમના પછી એમના ભાઈ અભેસિંહજી ગાદીએ આવ્યા (૧૭૮૪). એ ૧૭૯૩ માં અપુત્ર મરણ પામ્યા ને સરડોઈ(તા. મોડાસા)ના ઠાકોર હિદુસિંઘજી મોહનપુરના ઠાકોર થયા (૧૭૯૫). ૧૮૦૧ માં એમની હયાતી બાદ એમના પુત્ર સાલમસિંહજી