________________
ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ
લશ્કરી ટુકડીઓમાં નોંધપાત્ર વધારે કરવામાં આવ્યો તથા ૧૪ મી ઑકટોબર, ૧૮૫૭ના રોજ મુંબઈથી ઘોઘા બંદરે કિમિયાના યુદ્ધમાં પંકાયેલી ૮૯ મી લશ્કરી ટુકડીને ઉતારવામાં આવી, જેને મુકામ અમદાવાદ રાખવામાં આવ્યું. આથી અમદાવાદમાં પછીથી વિપ્લવને કઈ બનાવ બને નહિ.૨૭ મહીકાંઠાના બનાવ
એ સમયે મહીકાંઠાના પ્રદેશમાં નાના-મોટા ૧૪૦ જેટલા તાલુકાદાર હતા. રાજાઓ સામેના પિતાના હકદાવામાં બ્રિટિશ સરકાર રાજાઓની તરફદારી કરતી હેવાથી તેઓ મહીકાંઠાના પ્રદેશોના બંડને ઉત્તેજન આપતા હતા તથા સક્રિય સહાય પણ કરતા. આવું જ ઉપરોક્ત કારણોને લીધે જિલ્લાના પટેલ જમીનદારે પણ કરતા. ૨૮
મહીકાંઠામાં વિપ્લવની શરૂઆત ઈડરથી વાયવ્ય બાજુ આશરે ૨૫ કિ.મી. ને અંતરે આવેલા ચાંડપ ગામ(તા. ઈડર)થી થઈ. એ ગામના કેળી વડાઓ તરીકે નાથાજી અને યામાજી હતા. ગામ પ્રતિવર્ષ વડોદરાના ગાયકવાડને તથા ઈડરના રાજાને નિશ્ચિત ખંડણી આપતું હતું. સાવચેતીના પગલા તરીકે ગાયકવાડે ૧૮૫૭માં ત્યાં ૧૦ ઘેડેસવારોનું થાણું સ્થાપ્યું. નાથાજી અને યામાજીએ આ પગલાને ગામમાં આંતરિક દરમ્યાનગીરી ગણીને એને સખત વિરોધ કર્યો. નાથાજીની આગેવાની નીચે ચાંડપના કેળીઓને ઘેડોસવારે સાથે થયેલ સંઘર્ષમાં એક ઘડેસવાર માર્યો ગયે અને બાકીના નાસી ગયા. ગાયકવાડ અને ઈડરના રાજાએ મોકલેલ લશ્કરી ટુકડીને ૨૦ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ નાથાજીની આગેવાની નીચે કળીઓએ સખત પરાજય આપે. દરમ્યાન બાજુનું ગામ દુબારા પણ બળવામાં સામેલ થતાં બંડખરની સ્થિતિ વધારે મજબૂત બની.૨૯
આથી બ્રિટિશ સરકાર, ગાયકવાડ તથા ઈડરના રાજાના આશરે ૮૦૦ સૈનિકોના બનેલા સંયુક્ત લશ્કરે ૧૭ ઓકટોબર, ૧૮૫૭ ના રોજ ચાંડપ પર આક્રમણ કર્યું. આની સામે ચાંડપના લેકેએ ટકવું મુશ્કેલ લાગતાં તેઓ સમસ્ત વસ્તી સહિત ગામ છોડીને પાસેની ટેકરીઓમાં જતા રહ્યા, સંયુક્ત લશ્કરે ચાંડપ ગામને સળગાવી મૂકયું. એની સાથે અનાજના મેટા જથ્થાને પણ નાશ થયે. નાથાજીની આગેવાની નીચે કાળીઓએ ટેકરીઓમાંથી બ્રિટિશ સરકાર, ગાયકવાડ તથા ઈડરના રાજા સામે આશરે ચારથી છ માસ સુધી લડત ચાલુ રાખી. છેવટે નાથાજીના અવસાન સાથે કેળીઓના સામનાને અંત આવ્યો.૩૦
બ્રિટિશ અને ગાયકવાડી સૈનિકોએ ચાંડપને નાશ કર્યાની આસપાસના વિસ્તારનાં ગામને જાણ થતાં તેઓએ સરકાર અને ગાયકવાડ સામે બળવે.