________________
બ્રિટિશ કાહ અમદાવાદમાં ઘડાયેલ એક ગુપ્ત એજના મારફત થશે. શાહીબાગમાં ગોવિંદરાવ (બાપુ) ગાયકવાડના રહેઠાણે નેતાઓની મળેલ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે બાપુ ગાયકવાડે અમદાવાદની લશ્કરી ટુકડીઓમાં બેદિલી ફેલાવી એમને પિતાની સાથે બંડમાં સામેલ થવા સમજાવવી, જે બાપુ ગાયકવાડ કરી શક્યો નહિ. ભોંસલે અને વડોદરાના નિહાલચંદ ઝવેરીને ઉમેટા તથા ભાદરવાના દરબારોની અને ખેડા તથા મહીકાંઠાના પ્રદેશોના પટેલની આ કાર્યમાં સહાય મેળવવાની કામગીરી સંપાઈ, જે તેઓએ સારી રીતે પાર પાડીપાટણને મગનલાલ વાણિયાને ગાયકવાડના કડી પ્રદેશમાંથી લશ્કર એકત્રિત કરવાનું કાર્ય સુપરત થયું. એણે આ તાલુકામાંથી ૨,૦૦૦ પાયદળ તથા ૧૫૦ હળદળના માણસે એકત્રિત કર્યા.૨૪
આ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે વિપ્લવકાર નેતાઓ અને એમની લશ્કરી ટુકડીઓએ ૧૬ મી ઑકટોબર, ૧૮૫૭ને ધનતેરસના રોજ વડોદરા પર હુમલે કરે. વડોદરા કબજે કર્યા બાદ બંડખોર અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગે તાબે કરવા માગતા હતા.૫ દરમ્યાન દિલ્હીના પતનના સમાચાર ઑકટોબરના પહેલા સપ્તાહમાં અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાયા, આથી બ્રિટિશ તરફી બળ મજબૂત બન્યાં અને બ્રિટિશ વિરોધી બળ હતાશ થયાં. વડોદરાના ગાયકવાડ ખંડેરાવે દિલ્હીના પતનના પ્રસંગની ઉજવણી કરવા માટે ૧૦મી
કટોબરના રોજ એક ભવ્ય ભોજન સમારંભ યે. આ પ્રસંગે એક બંડખોરે ગાયકવાડ વિરોધના કાવતરાની ખંડેરાવને જાણ કરી, જે ખબર ખંડેરાવે તુરત વડોદરાના રેસિડેન્ટ કર્નલ શેકસપિયરને આપી. શેકસપિયરના આદેશથી તરત જ ખેડાના મેજિસ્ટ્રેટ આશબનેરે તથા રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ બેકલેએ પિતાની લશ્કરી ટુકડીઓ સાથે, મહી નદી કાંઠે પડાવ નાખી પડેલા બંડખોર પર, ઓચિંતે હુમલો કર્યો. મોટા ભાગના બંડખેરે પકડાઈ ગયા, જ્યારે બાકીના નાસી છૂટ્યા.
દસને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા અને નવને જીવનભર દેશનિકાલ કરવામાં આવ્યા. નાસી છૂટેલા મગનલાલ વાણિયાએ લોદરામાં જઈને બળવો પિકાર્યો. એને તથા એના સાથીદારોને અમદાવાદના પોલીસ અધિકારી મેજર અગરે પકડી પાડ્યા. એ તમામને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા. નિહાલચંદ ઝવેરીને પણ ફાંસી આપવામાં આવી, જ્યારે ગાયકવાડની સૂચનાથી ગેવિંદરાવ અને ભોંસલેને વડોદરાની જેલમાં પૂરવામાં આવ્યા. ખેડા જિલ્લાના પ્રતાપપુર તથા અંગર ગામોને કાવતરામાં અગ્ર ભાગ લેવા માટે તથા બંડખોરોને આશ્રય આપવા બદલ સંપૂર્ણ નાશ કરવામાં આવ્યું. આ બનાવ પછી અમદાવાદની