________________
ગુજરાતમાં ૧૮૫૭ ને સંગ્રામ
રતલામની સરકારી ટપાલ રોકતા હતા એના અનુસંધાનમાં અમદાવાદના સિપાઈ ઓએ પણ બંડ પોકારવાનું નક્કી કર્યું. અમદાવાદની સાતમી ટુકડીના સૂબેદારે વિપ્લવકારાની આગેવાની લીધી. એમને ઈરાદે પ્રથમ અમદાવાદ તાબે કરીને, બાદમાં વડોદરા કૂચ કરીને ગાયકવાડની સહાયથી ગુજરાતમાંથી બ્રિટિશ શાસન નાબૂદ કરવાનો હતો, પરંતુ અમદાવાદના મુખ્ય લશ્કરી અધિકારી જનરલ બસને જાસૂસ મારફત આ યોજનાની જાણ થઈ જતાં, બંડ શરૂ થાય તે પહેલો જ સૂબેદારની ધરપકડ કરીને એને સજા કરી તથા ૭ મી ટુકડીને તાત્કાલિક વિખેરી નાખી. ૨૦
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગોના વિપ્લવના સમાચાર જાણુને અમદાવાદના સૈનિકે ફરી બેચેન બન્યા. ૧૮૫૭ની જુલાઈની શરૂઆતમાં મરાઠી ટુકડીને અમુક સૈનિકોએ બળવો કર્યો. પરંતુ ગ્રેનેડિયર ટુકડીએ સાથે નહિ આપતાં બળ નિષ્ફળ ગયે અને બંડખોરોને આકરી સજા કરવામાં આવી.૨૧
દરમ્યાનમાં ગુજરાતના અનિયમિત અશ્વદળના અમુક સૈનિકે એ અમદાવાદમાં ૯મી જુલાઈ ૧૮૫૭ના રોજ બંડ પોકાર્યું. એમને ઈરાદે સરકારી શસ્ત્રાગાર અને શસ્ત્રો કબજે કરવાનું હતું, પરંતુ એમની વિરોધી ટુકડીના સિપાઈઓએ એમને સાથ નહિ આપતાં આ ઇરાદે બર આવ્યું નહિ. સજા થવાની બીકે એમાંના સાત ઘોડેસવાર સૈનિકે સરખેજ બાજુ નાસી ગયા. ઉપ–લશ્કરી અધિકારી પીમ તથા કેપ્ટન ટેયલરની લશ્કરી ટુકડીઓએ એમને પીછો કરીને એમને અમદાવાદધોળકા માર્ગ પર તાજપુર પાસે પકડી પાડવા. થયેલ સંઘર્ષમાં સાતમાંથી બે ઘોડેસવાર માર્યા ગયા, બાકીના પાંચ તાબે થયા, જેમને ફાંસી આપવામાં આવી. તેઓને મદદ કરવાના આરોપસર બીજા ૧૦ સૈનિકને જેલની સજા કરવામાં
આવી. ૨૨
ઉત્તર ભારતમાં વિપ્લવ ફેલાયાના સમાચાર જાણીને અમદાવાદી ગ્રેનેડિયર સૈિનિકોએ ૧૪મી સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ બંડ કર્યું. તેઓ પદળ કબજે કરવા માગતા હતા, પરંતુ મરાઠા ટુકડીના સૈનિકે એ તથા તેપચીઓએ એમને સાથ નહિ આપતાં ગ્રેનેડિયર બંડખોમાંના ૨૧ સૈનિક પિતાની બંદૂક મૂકી નાસી ગયા. એમને પછીથી પકડવામાં આવ્યા. એમના પાંચ મુખ્યાને તોપગોળે ઉડાડી દેવામાં આવ્યા, ત્રણને બંદૂકથી વીંધવામાં આવ્યા અને બાકીના ૧૩ ને ફાંસી આપવામાં આવી.૨૩
ગુજરાતમાંથી બ્રિટિશ શાસનને અંત લાવવાનો અને વડોદરાના બ્રિટિશ તરફ મહારાજા ખંડેરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવાનો પ્રયાસ સપ્ટેમ્બર ૧૮૫૭માં