________________
- બ્રિટિશ કાલ પિકા. ગાયકવાડના તાબા હેઠળના વિજાપુર વડનગર અને ખેરાળ વિસ્તારમાં આશરે ૨૦૦૦ કળી ભીલ અને સશસ્ત્ર લેકે એકઠા થયા. તેઓએ ૨૦મી ઑકટોબર, ૧૮૫૭ના રોજ ગાયકવાડી ગામ લોદરા (તા. વિજપુર) પર હુમલો કર્યો, પરંતુ મેજર એન્ડ્રુઝના નેતૃત્વ તળે લેદરામાં વધારે બ્રિટિશ લશ્કરી સહાય આવી પહોંચતાં બળવાખોરોને પાછા હઠી જવાની ફરજ પડી. ઈડરના રાજાના બ્રિટિશતરફી વલણને લીધે એના સૈનિકે અને લેકે એની સામે ગમે તે ક્ષણે બંડ કરે એવી સ્થિતિ હોવાથી, રાજાએ બ્રિટિશ લશ્કરી રક્ષણ માગતાં એ એને આપવામાં આવ્યું. મહીકાંઠાની સ્ફોટક પરિસ્થિતિ જોતાં મેજર હાઈટલકે મુંબઈ સરકારને તાત્કાલિક મહીકાંઠામાં વધારે લશ્કર મોકલવા જણાવ્યું. ૩૧ મંડટીના ઠાકર સૂરજમલને બળ અને એની અસર
મહીકાંઠામાં આવેલું મંડટી ઈડરના રાજાના સાર્વભૌમત્વ હેઠળનું એક નાનકડું રાજ્ય હતું. એને ઠાકર સૂરજમલ ઈડરના રાજાને નિયમિત ખંડણી ભરી શકતે. નહિ, આથી ૧૮૫૭ને અંતે ઈડરના રાજા પ્રત્યેનું એનું દેવું આશરે રૂ. ૪૨,૦૦૦નું થયું હતું. જેથી ઈડરના રાજા જવાનસિંહજીએ ઈડર તરફથી એને અપાતી જિવાઈ બંધ કરી તથા મહીકાંઠાના પિલિટિકલ એજન્ટ મેજર વહાઈટલકને આ બાબતમાં દરમ્યાનગીરી કરવા વિનંતી કરી. આથી મેજર વ્હાઈટ કે સૂરજમલને પિતાને મળી જવા તથા ઈડરના રાજા સાથે આ મામલાની પતાવટ કરવા જણાવ્યું. સૂરજમલે પિતાના સૈનિકે સાથે પાસેની ટેકરીઓમાં જતા રહીને ૩૦ મી મારે, ૧૮૫૮ ના રોજ બ્રિટિશ સરકાર અને ઈડરના રાજા સામે બળવો પિકાર્યો. એને મેવાડના રાજા, મહીકાંઠાના મોટા ભાગના તાલુકદારે અને કેને સાથ હતા.૩૨
આને પરિણામે બ્રિટિશ સરકાર તથા ઈડરના રાજાની સંયુક્ત લશ્કરી ટુકડીઓએ મંડટીમાં લશ્કરી થાણું નાખ્યું. શેકસપિયરની સૂચનાથી હાઇટલે કે સુરજમલને મંડટી આવવા ફરી સંદેશો મોકલ્ય, જેના પ્રત્યુત્તરમાં સૂરજમલે મંડટીમાંથી તુરત લશ્કરી થાણું હઠાવી લેવા તથા પિતાની જિવાઈ તાત્કાલિક ચાલુ કરાવી આપવા બાબત વહાઈટલકને ૭મી એપ્રિલ ૧૮૫૮ ના રોજ એક પત્ર લખ્યો, જેને ઇન્કાર થતાં સૂરજમલે બ્રિટિશ સરકાર તથા ઈડરના રાજા સામેની પિતાની લડત આરંભી, તેથી, વહાઈટલેકે અમદાવાદથી તપળ, હિંદી અને યુરોપિયન પાયદળ, ગુજરાતનું અનિયમિત અશ્વદળ વગેરે મળીને આશરે ૧૦૦૦ સૈનિકની બનેલી લશ્કરી ટુકડીઓ મંડટી બેલાવી.૩૩
દરમ્યાન સૂરજમલ અને સરકાર વચ્ચે સમાધાન સાધવા વધુ બે અસફળ પ્રયત્ન થયા. સૂરજમલના બ્રાહ્મણ કારભારી વજેરામ અને હાઈટૉક વચ્ચેની