________________
૪૮].
બુલ કાલ
પ્રિ.
પીછો કરી એને કોઈ જગ્યાએ સ્થિરતાથી રહેવા દીધો ન હતો. નિઝામુદ્દીને કરછના રાવને નમાવીને માફી મગાવી હતી. સામાજિક ક્ષેત્રે જોઈએ તે રાજા ટોડરમલે નક્કી કરેલું જમીન-મહેસૂલ દફતરોમાં નેધાયેલું હતું, પરંતુ એને અમલ ખાસ કરાયો ન હતો. રાજપૂતો અને કોળી ઠાકોરો, જેમને લશ્કરી વ્યવસ્થા માટે સલ્તનત કાલમાં સરકારી ભાગની જમીને અપાઈ હતી. તેમણે આ સમય સુધીમાં જમીન પચાવી પાડી હતી. મેટા જમીનદારોએ પણ જે હાથ લાગે તે જમીન પચાવી પાડવાનું શરૂ કર્યું હતું. મુઘલ અમલદાર પણ મન ફાવે તેવી રીતે લાગા ઉઘરાવતા. આમ ગુજરાતની રાજકીય અને સામાજિક સ્થિતિ મુઝફફરના છેલ્લી વારના બંડ માટે અનુકૂળ આવે એવી હતી. મુઘલ અધિકારીઓ અને વહીવટકાર લડાઈ-યુદ્ધોની દોડાદોડીમાં વહીવટી વ્યવસ્થા બરાબર જાળવી શક્યા ન હતા એ હકીકત નોંધપાત્ર હતી.
મીરઝા અઝીઝ કેકાની નિમણુક થતાં એ જૂન ૧૫૯૦માં ગુજરાત આવી પહે. એની મહેચ્છા સૌરાષ્ટ્રમાં આશ્રય મેળવી રહેલા મુઝફફરને અને એને ટેકે આપી રહેલા એના સાથીઓને નમાવી, વશ કરી, કાયમ માટે શાંતિ સ્થાપી, સૌરાષ્ટ્રને મુઘલ સામ્રાજ્યનો ભાગ બનાવવાની હતી. એ માટે એણે જંગી તૈયારી કરી. એને ખબર મળ્યા કે સુલતાન મુઝફફરની સેના સાથે એના ટેકેદારોની સેના મળી ગઈ છે અને એક મોટું સમવાયી મિત્રોનું લશ્કર મોટી સંખ્યામાં રચાઈ ગયું છે, જેમાં નવાનગરને જામ, જુનાગઢના સદ્દગત અમીનખાન ઘેરીને પુત્ર દૌલત ખાન અને કાઠી લેમા ખુમાણ હતા. આથી અઝીઝ કેકાએ પિતે જ મુઘલ સૈન્યની આગેવાની લીધી ને ભરચોમાસું હોવા છતાં નવાનગર તરફ કૂચ કરી. મુઝફફર સહિતના બળવાખોરોનું લશ્કર લગભગ ત્રીસ હજારનું હતું, જ્યારે અઝીઝ કેકાનું લગભગ દસ હજારનું હતું. ચોમાસાને લીધે વાતાવરણ પ્રતિકુળ હતું અને મુઘલ સૈન્ય અનેક હાડમારી ભગવતું હતું છતાં બંને પક્ષો વચ્ચે ળ પાસે “ભૂચર મેરીનામે ઓળખાતા સ્થળે ભારે લડાઈ થઈ (જુલાઈ ૧૮, ૧૫૯૧), જેમાં રાજપૂત એમની પ્રણાલિકાગત રીતે વિરતાપૂર્વક લડ્યા જામનો મોટો પુત્ર અજોજી અને પ્રધાન જસાજી એમાં ખપી ગયા. ઘવાયેલો દૌલતખાન ઘોરી પિતાની સેના સાથે રણમેદાન છોડી જૂનાગઢ તરફ જતો રહ્યો. કડીઓ પહેલેથી જ જતા રહ્યા હતા. સુલતાન મુઝફફરે અને જામે બરડાના ડુંગરામાં આશ્રય લીધો. આમ ભૂચર મોરીની લડાઈમાં મુઘલેનો વલંત વિજય થયો. સૌરાષ્ટ્રની ભૂમિ પર લડાયેલી કેટલીક લડાઈઓ પૈકી