________________
૩જું] અકબરથી ઓરંગઝેબ
[૪૯ ભૂચર મોરીની લડાઈ ભારે સ્પર્ધાત્મક, લશ્કરી દષ્ટિએ નિર્ણાયક અને જંગી પાયા પર લડાયેલી મોટી છેલ્લી લડાઈ હતી, તેથી એની યાદ લેકકથાઓ અને લેકસાહિત્યમાં સચવાયેલી રહી છે.
મીરઝા અઝીઝ કોકાએ ભૂચર મોરીની લડાઈને બીજે દિવસે નવાનગર પર કૂચ કરી એ શહેર લૂંટયું. જૂનાગઢ કબજે કરવાને પણ પ્રયત્ન કર્યો, પણ પ્રતિકૂળ સંજોગોના કારણે એ પ્રયાસ પડતો મૂક્યો, પરંતુ બીજે વર્ષે ૧૫૯૨ માં એ સમગ્ર સૌરાષ્ટ્ર જીતવાના નિર્ણય સાથે પૂરતી તૈયારી કરીને આવ્યો. ટૂંક સમયમાં જ ઘોઘા માંગરોળ સોમનાથ વગેરે સોરઠ તાબાનાં બંદર જીતી લીધાં. જૂનાગઢનો કિલ્લો ત્રણ મહિનાના ઘેરા બાદ કબજે કર્યો (ઓગસ્ટ ૨૭, ૧૫૯૨). જૂનાગઢના ઘેરા દરમ્યાન દોલતખાન અવસાન પામ્યો હતો, તેથી અઝીઝ કોકાએ ઉદારતા બતાવી એના બે સગીર પુત્રો અને બીજા ૫૦ આગેવાનેને જીવતદાન આપ્યું. એ પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તા દઢપણે સ્થપાઈ. ઘણું રાજપૂત ઠાકર મુઘલ સત્તાને અધીન થયા. જૂનાગઢ સહિત દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સમગ્ર દરિયાકાંઠે “ખાલસા જમીન” તરીકે મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યો. નવાનગરના જામે રાજ્ય ગુમાવ્યું હતું, તેથી એણે અઝીઝ કેકા સાથે વાટાઘાટ કરી, સમાધાન કરી, મુઘલ સત્તાના તાબેદાર બનવાનું સ્વીકારી, રાજ્ય પાછું મેળવ્યું. સૌરાષ્ટ્રના રક્ષણ માટે જૂનાગઢમાં ફેજદારની નિમણૂક થવા લાગી. જામનગર સૌરાષ્ટ્રમાં હોવા છતાં એને અલગ જમીનદારી રાજ્ય ગણવામાં આવ્યું ને એની ખંડણી નકકી કરાઈ. જામનગર અને કચ્છનાં રાજ્ય મુઘલ સામ્રાજ્યમાં ખંડિયાં રાજ્યનું સ્થાન ભોગવતાં રહ્યાં.
ભૂચર મોરીના મેદાનમાંથી નાસી છૂટેલા અને સંતાતા ફરતા મુઝફફરનો પીછે કરી અઝીઝ કેકાએ એને કેદ કરવા શક્ય તેટલા પ્રયાસ કર્યો. મુઝફૂદર દ્વારકા થઈ દરિયા માર્ગે કચ્છ પહોંચી ગયો. કચ્છના રાવ ભારમલે એને આશ્રય આપે, પણ અઝીઝ કેકાએ કચ્છ પર કૂચ કરવાની ધમકી આપતાં રાવ ભારમલે મેરબી પરગણું પિતાને આપવામાં આવે તો મુઝફફર સોંપી દેવાની તૈયારી બતાવી, જેને અઝીઝ કેકાએ સ્વીકાર કર્યો. છેવટે મુઝફફરને કેદી તરીકે પકડવામાં આવ્યો (ડિસેમ્બર ૨૩, ૧૫૯૨) અને મેરબી તરફ લઈ જવામાં આવ્યો. માર્ગમાં મુઝફફરે ધમડકા ગામે આપઘાત કર્યો. મુઝફફરના મતની ખાતરી કરાવવા એનું શિર નિઝામુદ્દીન એસી મારફતે અકબરના દરબારમાં મોકલી આપવામાં આવ્યું
' +
T' ,
- *