________________
૩] - અકબરથી રગઝેબ
ગુજરાતમાં સર્જાયેલી કટોકટીના સમાચાર સાંભળી, અકબરે પાટણ નાસી ગયેલા ઈતિમાદખાનને ગુજરાતમાંથી પાછા લાવી ગુજરાત પુન: કબજે કરવા માટે મીરઝા અબ્દુર્રહીમખાનની સૂબેદાર તરીકે નિમણૂક કરી.
અબદુર રહીમ ખાન ઉરે મીરઝાખાન” (ઈ.સ. ૧૫૮૩-૮૯)
અબ્દુર્રહીમખાન “મીરઝાખાન” તરીકે જાણીતો છે. મીરઝાખાનની મદદમાં માળવા અને અજમેરના મુઘલ સેનાપતિઓને પણ લશ્કર સહિત મોકલવામાં આવ્યા. મીરઝાખાને ગુજરાતમાં આવી અમદાવાદ પાસે સરખેજ નજીક મુઝફફરશાહને હરાવ્યો (૧૫૮૪, જાન્યુઆરી ૧૬)ને એને પહેલાં મહેમદાવાદ અને પછી ખંભાત જવાની ફરજ પડી. ખંભાત જઈ એણે પોતાની લશ્કરી તાક્ત સંગઠિત કરી. એને પીછો કરતા મીરઝાખાને એને ફરી વાર રાજપીપળાના ડુંગરામાં નાંદોદ (જિ. ભરૂચ) પાસે હરાવ્યો (માર્ચ ૧૦, ૧૫૮૪). મુઝફર ત્યાંથી નાસી જઈ છેવટે ઈડરના રાજાના આશ્રયે ગયે. અકબરે અબ્દુર્રહીમખાનના વિજય મેળવ્યાના સમાચાર જાણી ખુશાલી વ્યક્ત કરી એને “ખાન–ઈ–ખોન’ (ઉમરાવને ઉમરાવ) બિરુદ આપ્યું, જે અબ્દુર્રહીમખાનના પિતાને પણ અપાયું હતું.
ગુજરાતમાં બળવો શમ્યાનું જણાતાં બીજા શાહી અધિકારીઓ અમદાવાદ પરત આવ્યા. મીરઝાખાને ગુજરાતની વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં મન પરોવ્યું, સાથોસાથ મુઝફફરને પીછો કરવાનું ચાલુ રાખ્યું.
મુઝફફરનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પીછો કરવાનું કાર્ય મુઘલ અધિકારીઓ માટે ઘણું ત્રાસદાયક અને દસ વર્ષ જેટલા લાંબા ગાળાનું રહ્યું.
મુઝફર ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અને ત્યાં ન ફાવતાં પાકો ગુજરાતમાં નાસભાગ કરતો રહ્યો અને મુઘલ ટુકડીએ એની પૂંઠ પકડતી રહી. મીરઝાખાનની તાકીદ અને ધમકીઓથી સ્થાનિક શાસકે મુઝફરને મદદ કરતાં ડરતા રહ્યા.૫
૧૫૮૯ માં મીરઝાખાનને દિલ્હી પાછા બોલાવામાં આવ્યો. ટૂંક સમય માટે ઈસ્માઈલ કુલી ખાનની સૂબેદાર તરીકે નિમણૂક કરવામાં આવી. એ પછી મીરઝા અઝીઝ કેકા ખાન આઝમની આ હોદ્દા પર બીજી વાર નિમણૂક થઈ.
મીરઝા અઝીઝ કેકા (બીજી વાર) (ઈ.સ. ૧૫૯૦-૧૫૩) .
ખાન આઝમ ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતની સ્થિતિ અશાંત હતી. લશ્કરી સત્તા કુલીખાન અને શેખ નિઝામુદ્દીન પાસે હતી. એમણે વારંવાર મુઝફફરનો