________________
૪]
સુઘલ કાલ
y:
અકબરે પેાતાના ખાસ વિશ્વાસુ અમીર અણુ તુરાબને સૂબેદારના અમીન તરીકે અખૂકાસીમ નામના અધિકારીને દીવાન તરીકે અને ‘ તાકાતે અકબરી ’ના લેખક ખ્વાજા નિઝામુદ્દીન અહમદને અક્ષી તરીકે નીમ્યા. વળી મીર્ માસૂમ ભરી નામના એક બીજા દરબારીને ઈતિમાદખાનની મદદમાં મૂકવામાં આવ્યેા. આ બધી નિમણૂક સ્પષ્ટ બતાવી આપે છે કે અકબરને પ્રતિમાદખાનની વહીવટી શક્તિમાં શ્રદ્દા ન હતી અથવા તેા એને એની વાદારી વિશે શંકા હતી. ગમે તે કારણુ હાઈ શકે, પરંતુ તમાદખાનની નિમણૂક થતાં અને એનુ` અમદાવાદમાં આગમન થતાં જ માજી સુલતાન મુઝફ્રૂર ૩ જાના ખંડનેા ારંભ થયાના સંકેત
શરૂ થયા.
અકબરે ૧૫૭૩ માં ગુજરાત જીત્યા બાદ સુલતાન મુઝફૂરને માનહિત રાખ્યા હતા અને નાની જાગીર આપી ખ્વાજા શાહ મનસૂર નામના અધિકારીના જાપ્તા નીચે મૂકથો હતેા, પરંતુ ઈ.સ. ૧૫૭૮ માં લાગ જોઈને મુઝફ્ફર એ કેદમાંથી નાસી છૂટષો અને પહેલાં રાજપીપળા (જિલ્લા ભરૂચ)ના હિંદુ રાજા પાસે તે પછી રાજકાટ પાસે આવેલા ખેરડીના કાઠી સુખી લેામા ખુમાણના આાશ્રયે ગયે.. લગભગ ઈ. સ. ૧૫૮૩ સુધી મુઝફ્ફર ગુપ્તવાસમાં રહ્યો. અકબરના અધિકારીએ પણ એની અવગણના કરતા રહ્યા. મુઝફ્ફર ગાદી પુનઃ મેળવવાની યેાગ્ય તકની રાહ જોતા હતા. ઋતિમાદખાનની નિમણૂક ગુજરાતના સુખેદાર તરીકે થતાં બતાવાની પરપરા શરૂ થઈ. મુઝફ્ફરે મુ‰લ સત્તા સામે બંડ પેાકાયુ” અને લશ્કરી તાકાત સ’ગઠિત કરવા માંડી.
ખીજી બાજુએ ખંડના સમાચાર સાંભળી ઈતિમાદખાતે ગુજરાતમાંથી નિવૃત્ત થઈ, દિલ્હી તરફ્ જવા નીકળેલા શિહામુદ્દીનનેા સહકાર મેળવી એ બંડનેા સામતે કરવા વિચાયુ. અને કડી (જિલ્લો મહેસાણા) જઈ એની સાથે સમાધાન કર્યું. આ અરસામાં મુઝફ્તરે અમદાવાદના કબજો કરી લીધા. ઇતિમાદખાન અને શિહામુદ્દીન પૂરઝડપે અમદાવાદ ધસી આવ્યા, પરંતુ મુઝફ્ફરે એ તેનાં લશ્કાને હરાવ્યાં તે વેરવિખેર કરી નાખ્યાં. એ પછી મુઝફ્ફરે ૧૧ વર્ષના ગાળા ખાદ ગુજરાતના સુલતાનનું પદ ફરી ગ્રહણ કર્યું" (સપ્ટેમ્બર ૪, ૧૫૮૩). એણે અમદાવાદની ઉત્તરે તથા દક્ષિણે આવેલાં શહેર અને જિલ્લા કબજે કરવા ખૂબ ઝડપી પગલાં લીધાં. ખળ વાપરીતે, ધાકધમકી આપીને કે કપટથી મુઝફ્રશાહે ખભાત ભરૂચ અને વડેાદરા જેવાં સમૃદ્ધ અને ધનવાન શહેર કબજે કર્યાં.