________________
૩જુ]
અકબરથી ઔરંગઝેબ
[૫
હરાવ્યા (ઈ.સ. ૧૫૭૭). મીરઝા કુટુંબે અવારનવાર મુઘલ સત્તાને પડકારી હતી છતાં અકબરે એ કુટુંબના સભ્યોને માફી આપી.
નાયબ સુબેદાર વઝીરખાનને વહીવટ અસંતોષકારક હોવાથી અકબરે હવે શિહ બુદ્દીન અહમદખાન(શિહાબખાન)ને સૂબેદાર તરીકે મોકલ્યો (ઈ.સ.૧૫૭૮). શિહાબુદ્દીન અહમદખાન (ઈ.સ. ૧૫૭૮-૮૩).
શિહાબુદ્દીન અહમદખાને મોડાસા પ્રદેશમાં સાબરમતી અને મહી નદી વચ્ચેના કેટલાક ભાગમાં તોફાની તને લીધે પ્રજાની થતી કનડગત ધ્યાનમાં લઈ બંદોબસ્ત કરવા કિલા બંધાવ્યા અને એમાં ઘોડેસવાર ટુકડીઓ સાથે થાણ સ્થાપ્યાં. કેટલીક જગ્યાએ જમીનની માપણીથી લોકોમાં અસંતોષ વ્યા હતો ત્યાં બીજી વાર માપણી કરાવી.
સૌરાષ્ટ્ર વિભાગમાં ઈ.સ. ૧૫૭૩ પછી અને લગભગ ત્યારથી ૨૦ વર્ષ સુધી મુઘલ સત્તા પૂરેપૂરી સ્થપાઈ ન હતી. ત્યાં અગ્રગણ્ય ગણાતાં જૂનાગઢમાંની સહતનત વખતની સૂબાગીરી અને નવાનગર (જામનગર)નું રાજ્ય હજુ સુધી સ્વતંત્ર હતાં. જૂનાગઢ બથાવી પડેલી અમીનખાન ઘેરીને તાબે કરવામાં વઝીરખાનનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ઈ.સ. ૧૫૮૨ માં શિહાબુદ્દીન ગુજરાતને સૂબો બનતાં અમીનખાનના એક સેનાપતિ ફત્તેહખાન શેરવાનીએ જુનાગઢ કબજે કરીને મુઘલ સમ્રાટની સત્તા નીચે લાવવામાં મદદ કરવાની તૈયારી બતાવી. એની સાથે શિહાબુદ્દીને પિતાના ભત્રીજા મીરઝા જાનને ચાર હજારના લશ્કર સાથે મોકલ્યા. અમીનખાને નવાનગરના જામ શત્રુશલ્યની મદદ મેળવી સખત સામનો કર્યો. વળી આ સમયે ફરાહખાનનું અવસાન થતાં મીરઝા જાનને ઘેરો ઉઠાવી લેવાની ફરજ પડી. એ પછી એણે માંગરોળને ઘેરો ઘાલ્યો, પરંતુ છેવટે અમીનખાન અને જામનાં લશ્કરોએ એને કેડીનાર પાસે હરાવ્યું, જેમાં એ. પોતે ઘવાયો અને ભારે મુશ્કેલીથી અમદાવાદ સુધી જઈ શક્યો. ઇતિમાદખાન (ઈ.સ. ૧૫૮૩)
શિહાબુદ્દીખાનને પરત બોલાવ્યા પછી ગુજરાતના જૂના અને સૌથી વધુ વગદાર અમીર ઈતિમાદખાનની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક કરવામાં આવી (ઈ.સ. ૧૫૮૩). નિમણૂક સમયે ઈતિમાદખાન પાસે જાગીર તરીકે પાટણ જિલ્લે હતો અને ગુજરાતમાં શાહી જમીનનો એ રખેવાળ હતો. એની દમાંમદ