________________
મુઘલ કાલ
ઝિ
મીરઝા અઝીઝ કોકાને ગુજરાતમાંથી પરત બોલાવવાની અકબરને ફરજ પડી હતી. એ સમયમાં એવી પદ્ધતિ હતી કે મનસબદારો પાસે રાજ્યની માલિકીના ઘેડા હોય તેઓના શરીર પર “દાગ' (ડાઘ-નિશાન) પાડવા, જેથી કરીને બેટી રીતે નોંધણી અને ગોટાળો અટકાવી શકાય. અકબરે આ દાગ ધારો' ગુજરાતમાં લાગુ કરવા ખાન આઝમને ફરમાન મોકલાવ્યું, પણ ગુજરાતના અમીરો, જેમના વિશેષાધિકાર અને હક્કોને આ ધારાથી અવળી અસર થતી હતી, તેઓએ એ ફરમાનને સખત વિરોધ કર્યો. આઝમખાનને રૂબરૂમાં બેલાવીને પણ આને અમલ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ફરમાનને અમલ કરવાને એ વિરોધી હતો તેથી અકબરે એને સૂબેદારપદેથી દૂર કર્યો.
મીરઝા અબદુર રહીમખાન (ઈ.સ. ૧૫૭૫-૭૮)
અકબરે અઝીઝ કેકાની જગ્યાએ બહેરામખાનના પુત્ર અબ્બરરહીમખાનની સૂબેદાર તરીકે નિમણુક કરી, પરંતુ એ કેવળ ૨૨ વર્ષને લેવાથી એને રાજ્યવહીવટમાં મદદ કરવા નાયબ તરીકે વઝીરખાનને મોકલવામાં આવ્યો ને પ્રાગદાસ નામના એક અનુભવી હિંદુને દીવાન તરીકે નીમવામાં આવ્યો.
મીરઝા અબ્દરરહીમખાનના વહીવટ દરમ્યાન કેટલાક બનાવ બન્યા.
.સ. ૧૫૭૫ માં અકબરની માતા હમીદાબાનું અને જનાનાની બીજી સ્ત્રીઓ મક્કા હજ જવા માટે નીકળી ને સુરત આવી તે વખતે ગુજરાતના દરિયાઈ જળવિરતાર પર ફિરંગીઓનું વર્ચસ હેવાથી સફર માટે એમનો પરવાનો તે પડયો.
ઈ.સ. ૧૫૭૬ સુધીમાં ગુજરાતમાં મુઘલ વિરુદ્ધ શિરોહી, ઈડર અને નાંદોદમાં થયેલાં બંડ સમાવી દેવામાં આવ્યાં ને વિરોધી હિંદુ રાજાઓને તાબે દાર બનાવવામાં આવ્યા. ગુજરાતની વહીવટી વ્યવસ્થા વઝીરખાન બરાબર ગોઠવી શકર્યો ન હતો તેથી અકબરે ઈ. સ. ૧૫૭૭ માં રાજા ટોડરમલને મોકલ્યો. એણે ગુજરાતમાં આવી શિરોહી, ડુંગરપુર અને દક્ષિણ ગુજરાતના રામનગર (ધરમપુર) રાજ્યના રાજપૂત રાજાઓને મુત્સદ્દીગીરીથી વશ કરી, એમને મનસબદારોની વિવિધ કક્ષાઓ આપી મુઘલ સામ્રાજ્યના ટેકેદાર બનાવ્યા. ટોડરમલ ગુજરાતમાં હતા ત્યારે અહીં એક બંડ થયું. ૧૫૭રમાં ઠાસરાની લડાઈમાં હારી ગયેલા અને પંજાબ નાસી ગયેલા ઇબ્રાહીમ હુસેન મીરઝાની પત્ની ગુલરૂખ બેગમે પિતાના કિશોર વયના પુત્ર મુઝફહુસેન સાથે ગુજરાતમાં પ્રવેશી બંડ કર્યું. રાજા ટોડરમલ, બાઝ બહાદુર, દીવાન પ્રાગદાસ વગેરેએ મળીને એ બળવાખોરોને