________________
- પ્રકરણ ૩
અકબરથી ઔરંગઝેબ
(૧) અકબરને રાજ્યઅમલ (ઈ.સ. ૧૫૭૨-૭૩થી ઈ.સ. ૧૬૦૫)
મુઘલ શહેનશાહ અકબરે એક વર્ષના ગાળામાં ગુજરાત પર બે વાર ચડાઈ કરી જીત મેળવી. છેવટે ગુજરાતને મુઘલ સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યો (ઈ.સ. ૧૫૭૨-૭૩) ને ઈ.સ. ૧૬૦૫ સુધીમાં આઠ જેટલા મુઘલ સુબેદારો દ્વારા ગુજરાતનો વહીવટ ચલાવ્યો. મીરઝા અઝીઝ કેક (ઈ.સ. ૧૫૭૩-૭૫).
ગુજરાત પર બીજી વાર જીત મેળવ્યા બાદ અકબરે તળ-ગુજરાતની પાકી વ્યવસ્થા ગોઠવી. મીરઝા અઝીઝ કોકા, જે ખાન આઝમ' તરીકે જાણીતું હતું, તેની સૂબેદાર તરીકે નિમણૂક કરી. “મિરાતે અહમદીનો લેખક કહે છે તે મુજબ ગુજરાતમાં જ્યારે મુસ્લિમ સુલતાનની સત્તા સર્વોપરિ હતી ત્યારે એમના અંકુશ નીચે ૨૫ સરકાર અથવા જિલ્લા હતા. અકબરે જયારે ગુજરાત પર કાબૂ મેળવ્યો ત્યારે એમાંના ૧૬ જિલ્લાઓ પર મુઘલ સત્તા સ્થપાઈ હતી.
અઝીઝ કેકાની સૂબાગીરી દરમ્યાન જે સૌથી મહત્ત્વનો બનાવ બન્યો તે ગુજરાતમાં રાજા ટોડરમલના આગમનને હતો. રાજા ટેડરમલે ગુજરાતમાં છે મહિના રહી, ૧૦ વર્ષ માટે મહેસૂલ–પદ્ધતિ નક્કી કરી. “તબકાતે અકબરી'માં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઈ.સ. ૧૫૭૪-૭૫ દરમ્યાન ભારે દુકાળ અને પ્રાણઘાતક ચેપી રોગનો ઉપદ્રવ ફેલાયેલો હતો. છ માસ સુધી રહેલી આવી આપત્તિમાં ચીજોની અસહ્ય મેંઘવારી થઈ હતી. શ્રીમંત તેમજ ગરીબ લેક પોતાનાં મકાન છોડીને પરદેશ જતા રહ્યા હતા. આ દુકાળ અને રોગચાળા અંગે આ સમયના બીજા ઈતિહાસ લેખકે એ કંઈ નિર્દેશ કર્યો નથી.