________________
૬).
બુથલ કાલે કરી. તરદીબેગને ચાંપાનેર અને નાસિર મીરઝાને પાટણનહરવાલાને હવાલે સોંપવામાં આવ્યું. અન્ય અધિકારીઓને ખંભાત મહેમદાવાદ વડોદરા ભરૂચ અને સુરતના હવાલા સોંપવામાં આવ્યા. - ત્યાર બાદ હુમાયું બહાદુરશાહની શોધમાં દીવ જવા નીકળ્યો, પરંતુ ધંધુકા પહોંચતાં જ એને મુઘલ સામ્રાજ્યમાં શેરખાન અફઘાને બંડ કર્યું હોવાના સમાચાર મળ્યા. આથી હુમાયૂને ગુજરાતમાંથી પાછા ફરવાની ફરજ પડી.
હુમાયૂએ જેવું ગુજરાત છોડયું કે તરત જ એની પાછળ ગુજરાતમાં બહાદુરશાહ તરફી ક્રાંતિ થઈ. સુલતાન બહાદુરશાહ પિતાના દીવના રહેઠાણમાંથી બહાર આવ્યું અને એણે મુઘલ સામેની લડતને હવાલે સંભાળી લીધો. બહાદુરશાહ તરફથી દબાણ આવતાં મુઘલોએ ગુજરાતમાંથી પીછેહઠ કરી. બહાદુર શાહે ફરી વાર પિતાના રાજ્ય પર કબજો જમાવી દીધા. આમ હુમાયૂની ગુજરાત પરની હકુમત એપ્રિલ ૨૫, ૧૫૩૫ થી મે ૨૪, ૧૫૭૬ સુધી અર્થાત્ તેર મહિના સુધી રહી. અકબરની ગુજરાત પર પહેલી ચડાઈ
સુલતાન બહાદુરશાહના અવસાન (ઈ.સ ૧૫૩૭) પછી ગુજરાતની સલ્તનત નબળી પડી. જે જુવાન અને નબળા સુલતાન ગાદીએ આવ્યા તે મહત્વાકાંક્ષી અને લગભગ અર્ધસ્વત્રંત જેવા અમીર-ઉમરાવોના હાથમાં પૂતળા સમાન બની ગયા. સમગ્ર રાજ્યમાં વિખવાદ અને આંતરિક વિગ્રહોનું જોર વ્યાપી ગયું. આવા કપરા કાલમાં ગુજરાતમાં એક વધુ અનિષ્ટ તત્ત્વો ઉમેરો થયો. વિદ્રોહી સ્વભાવના તમૂરના વંશના મીરઝાઓને અકબરે ઉત્તમ હિંદુસ્તાનમાંથી હાંકી કાઢતાં તેઓ ગુજરાતમાં નાસી આવ્યા (ઈ.સ. ૧૫૬૬) અને ભરૂચ જઈ ત્યાંના ચિંગીઝખાનના આશ્રયે રહ્યા. આ મીરઝાએ ગુજરાતની સલતનત કથળતી જતી સ્થિતિમાં પિતાની સત્તા જમાવવા માંડી.
સુલતાન મુઝફફરશાહ જે (ઈ.સ. ૧૫૬૨-૧૫૭૩) જે ઇતિમાદખાન નામના અગ્રણી અને ખટપટી રાજનીતિના રક્ષણ નીચે હતો, તેના સમયમાં અમીરાતી અંદરો અંદરની ખટપટ વધી પડી. ઉત્તર ગુજરાતમાં અફઘાન અમીર શેરખાન કુલદી, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં જદૂજહારખાન અને અન્ય હબસીઓ તથા દક્ષિણ ગુજરાતમાં ચિંગીઝખાનની સરદારી નીચે મીરઝા ખૂબ જોરમાં આવ્યા. આ આંતર સંઘર્ષમાં ઇતિમાદખાન ફાવી નહિ શતાં એણે મુઘલ બાદશાહ અકબરને ગુજરાતમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાને ખ્યાલ આપી ગુજરાત