________________
૨જુ]
મુઘલ ખાદશાહેાના પૂર્વ' સપર્ક....
[89
પર ચડાઈ કરવા અને એ જીતી લેવા વિનંતી કરી. એણે વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત જીતી લેવામાં નહિ આવે ને ધાનેાને ત્યાંથી કાઢવામાં નહિ આવે તા એ પ્રદેશ મીરઝાના હાથમાં પડશે
અકબરને પેાતાના સામ્રાજ્યના વિસ્તરણ માટે ગુજરાત પ્રદેશ ધણા અગત્યને લાગ્યા. ફળદ્રુપ જમીન, વિસ્તૃત દરિયાકાંઠા પર આવેલાં બદરા અને સદીઓથી વિદેશી વેપારથી સમૃદ્ધ બનેલા ! પ્રદેશની ગણના હિંદભરમાં સમૃદ્ધ ગણાતા પ્રાંતામાં થતી હતી. હિંદમાં સર્વોપરિ બનવાની મહેચ્છા સેવતા અકબરે આથી ગુજરાત પર ચડાઈ કરવા તૈયારી કરી, રાજધાની ફોહપુર સીકરીમાંથી રાજસ્થાન થઈ ગુજરાત આવવા પ્રયાણ કર્યું`" (જુલાઈ ૨, ૧૫૭ર). ગુજરાતની સરહદમાં પ્રવેશી એ નહરવાલા—પાટણ આવ્યા અને પેાતાના એક સમયના રક્ષક અને વાલીબહેરામખાનના ૧૬ વર્ષીના પુત્ર અબ્દુર્રહીમખાનને મેલાવી, પાટણની જાગીર આપી એને વહીવટ સૌયદ અહમદખાન બહુને સોંપ્યા. ત્યાંથી એ જોટાણા ગયે।. ત્યાં સમાચાર મળ્યા કે સુલતાન મુઝફ્ફરશાહે શેરખાન ફુલાદીનું શરણુ છેાડી દઈ સારડ જતે! રહ્યો છે. એને પકડવા અકબરે મીરખાન અને પૈસાવલ નામના મુઘલ સરદારેને મેકયા. છેવટે તેએા મુઝફ્ફરશાહને પકડી અકબર પાસે લઈ આવ્યા (નવેમ્બર, ૧૫). અકબરે સુલતાન મુઝફ્રશાહને ખીજી કાઈ શિક્ષા ન કરતાં કરમલખાનને સોંપ્યા અને કેદીની જેમ રાખવા ફરમાવ્યું. સ્થળે ગુજરાતના કેટલાક નામાં કેત અમીર અકબરને શરણે આવ્યા, જેમાં ગુજરાતના મુખ્ય સલાહકાર મીર અણુ તુરાબ અલી, સૈયદ હમીદ બુખારી, સીદી ખીરામાં ઉલ્લેખાન, જૂજહારખાત ઈખ્તિયાર-ઉલૂ-મુલક તેમજ સ્થાનિક અમીરા વિજ-ઉલ્–મુલક અને મુજાહિદખાન જેવાઓને સમાવેશ થતા હતા.
આ
સમ્રાટ અકબરે ગુજરાતમાં અમીરા પર વર્ચસ ધરાવનાર અને ખ્યાતનામ બનેલા પ્રતિમાદખાનને ટેકા મેળવવા એને કડી પાસે હાજીપુર મુકામે આવકાર્યાં અને જાહેરાત કરી કે ગુજરાતનેા વહીવટ પ્રતિમાદખાનને સોંપવામાં આવશે અને એ જે જે અમીરે।ની સેવા માગશે તે બધાને એની સત્તા નીચે મૂકવામાં આવશે. વિચક્ષણ અકબરનું આ પગલું ગુજરાતના અમીરાની શુભ ભાવના તેમ ટંકા મેળવવાની દૃષ્ટિવાળું હતું. એ પછી અકબરે અમદાવાદ આવી (નવેમ્બર ૨૦) ૧૫૭૨) પંદરેક દિવસ રાકાઈ અમદાવાદની પ્રજા તરફથી આવકાર મેળવ્યેા, કારણ કે લેાકેાના લાંભા સમયથી ચાલુ રહેલા ત્રાસના વાતાવરણમાંથી છુટકારા થયા હતા. જૂનાગઢ (સાર)ના હાકેમ અમીનખાન ધારીએ પણુ અકબરને ભેટનજરાણાં મેકલાવી મુઘલ સત્તા તરફ્ આદરભાવના દર્શાવી. ૧૦