________________
સાધન-સામગ્રી
( ૨૫
વિવેકહર્ષને આપેલું ફરમાન,૧૧૫ અને જહાંગીરે આપેલાં એવાં બીજાં ત્રણ ફરમાન ૧૬ શાહજહાંએ અમદાવાદના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરનું પુનનિર્માણ કરવા ઈ.સ ૧૬૪૮માં ફરમાવેલું ફરમાન ૧૭ પણ મહત્વનું છે. જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબનાં બીજાં કેટલાંક ફરમાન પણ જૈનધર્મને લગતાં છે. ૧૧૮ મુરાદબક્ષે અમદાવાદના શાંતિદાસ ઝવેરીના કુટુંબ પાસેથી લીધેલી રકમ અંગેનાં મુરાદબક્ષનાં તથા ઔરંગઝેબનાં ફરમાન ૧૯ ઐતિહાસિક દષ્ટિએ અગત્યનાં છે. શાંતિદાસ ઝવેરીના ધંધાને લગતાં તથા એમની માલમિલકતને લગતાં ફરમાન ૨૦ એમના અંગત ઈતિહાસ પર પ્રકાશ પડે છે.
અકબરે તથા જહાંગીરે નવસારીના પારસી દસ્તૂરાને ૨૧ તથા જીસસના અનુયાયીઓના ત્રીજા મંડળના પાદરીઓને ૧૨૨ આપેલાં ફરમાન તે તે સંપ્રદાયને મળેલા રાજ-પ્રોત્સાહન પર પ્રકાશ પડે છે. *
મુઘલ હકૂમતના અંતભાગમાં ગુજરાતમાં મરાઠાઓ તથા અંગ્રેજોની સત્તા પણ જામતી જતી હતી, તેથી પેશ્વાઓ તથા ગાયકવાડેને પત્રવ્યવહાર ૧૨૩ તેમજ અંગ્રેજ અમલદારોનો પત્રવ્યવહાર પણ આ બાબતમાં કેટલીક પ્રમાણિત માહિતી પૂરી પાડે છે.
૬. પુરાવસ્તુકીય સાધનો મુઘલ કાલ દરમ્યાન ગુજરાતમાં થોડાંક નવાં નગરનું નિર્માણ થયું હતું. કડી રાણપુર આઝમાબાદ અને અલીલાબાદના કેટ તથા સુરતને બહાર કેટ આ કાલમાં બધાયા. વળી આ કાલના અંતભાગમાં ગેહિલવાડમાં ભાવનગરનું નિર્માણ થયું. આ નગરનાં ખંડેરાનું વ્યવસ્થિત પુરાવસ્તુકીય ઉત્પનન ભાગ્યેજ થયું છે ગુજરાતનાં પ્રાચીન તથા મધ્યકાલીન નગરોના ખેદકામમાં મુઘલકાલીન સ્તરના પુરાવશેષોનું અનવેષણ તથા અધ્યયન નહિવત થયું હોઈ પુરાવસ્તુકીય જેખનનનું આ સાધન આ કાલની દટાયેલા અવશેષો અંગે હજી ખાસ ઉપયોગી નીવડયું નથી. નગર-આયેાજન તથા દુર્ગ–વિધાનની દૃષ્ટિએ આ કાલનાં વિદ્યમાન નગર તથા દુર્ગે પણ વિશિષ્ટ અભ્યાસ થયો નથી.
ભૂતલ પર મેજૂદ રહેલાં સ્થાપત્યકીય સ્મારકમાં કેટલાંક સારી હાલતમાં જળવાઈ રહ્યાં છે. મુઘલ કાલ દરમ્યાન ગુજરાતમાં કેટલાક સુંદર બાગ કરાયા હતા; જેમકે સરખેજ પાસેને ફતેહબાગ, અમદાવાદને રુસ્તમબાગ, તથા શાહીબાગ, જેતલપુર પાસેને તબાગ, જૂનાગઢને સરદાર બાગ, ખંભાતને લાલ બાગ