________________
૨૩ ]
સુઘલ મલ
1.32.
અને પાલણપુરને જ઼િખુશ બાગ. એમાં ભાગ તરીકેની એની જૂની જાહોજલાલી હાલ જળવાઈ રહી હોય કે ન હાય, એમાંના ઘણા ભાગમાં એ સમયની મહેલાતા મેાજૂદ રહી છે. એના પરથી એ કાલેની વાસ્તુક્લા તથા શિલ્પકલાની ઝાંખી થાય છે. આ સાલનાં જળાશયામાં પાટણનુ ખાન સરેાવર અને પેટલાદની વાવ નોંધપાત્ર છે. નાગરિક સ્થાપત્યનાં અન્ય સ્મારકામાં આઝમખાનની સરાઈ અને વલદાની કમરા નેાંધપાત્ર ગણાય.
t
ધાર્મિક સ્થાપત્યમાં સલ્તનત કાલથી હિંદુ તથા જૈન મદિરામાં વાસ્તુકલાની જાડા લાલી ઓસરવા લાગી હતી. આ કાલ દરમ્યાન બધાયેલાં હિંદુ મદિરામાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ગણનાપાત્ર છે. માંડવી ગેડી જામનગર રામપર વગેરે સ્થળોએ પણ સુંદર મંદિર બંધાયાં. ગિરના તથા શત્રુ ંજ્ય પર્વત પર તેમજ ખભાત પાટણ અને અમદાવાદ જેવાં નગરામાં સુંદર જૈન દેરાસર બંધાયાં. ! હિંંદુ તથા જૈન મદિશમાં શિલ્પકલાની અનેક દનીય કૃતિઓ નજરે પડે છે.
ઈસ્લામી થાપત્યમાં સલ્તનત કાલની પ્રશિષ્ટ કલા એસરી ગઈ હતી. અમદાવાદ વડાદરા ભરૂચ દાહેાદ વગેરે સ્થળોએ અનેક સુંદર મસ્જિદો તથા રાજાએ નું નિર્માણ થયું. એમાં ફૂલવેલનાં તથા ભૌમિતિક આકૃતિઓનાં રૂપાંકતામાં નક્કી કામની કારીગીરી જોવા મળે છે.
આ કાલ દરમ્યાન ખ ભાતમાં ખ્રિસ્તી દેવળ બંધાયુ
ચિત્રકલામાં મુઘલશૈલી વિક્સી ને એની વ્યાપક અસર દેશભરમાં પ્રવતી. આ અસર ગુજરાતમાં આ કાલની મુખાકૃતિઓમાં તેમજ વેશભૂષામાં વરતાય છે હસ્તપ્રતામાંનાં લઘુચિત્રા ઉપરાંત જૈન સંધનાં વિજ્ઞપ્તિપત્રામાં તેમજ બ્રાહ્મણાની જન્મપત્રિકાઓમાં સુંદર રંગબરંગી ચિત્રા જોવા મળે છે. તદુપરાંત જામનગરના દરબારગઢ જેવાં સ્થળોએ કેટલાંક યુદ્ધોને લગતાં મનેાહર ભિત્તિચિત્ર આલેખાયાં છે જેમકે ભૂચર મેરીમાં જામ સત્રસાલ અને મુગલ સૂબા અઝીઝ કાકાનાં સૈન્યા વચ્ચે ખેલાયેલુ યુદ્ધ, હળવદ પર જામ જસાજીના સૈન્યની ચડાઈ અને સ્ત્રીઓના સ્વાંગમાં પ્રવેશ કરી કુમાર રાયસિંહજી અને એના સાથીદારે જામનગરના દરબારગઢ પર કરેલો હુમલો.
શિલ્પકલા તથા ચિત્રકાલીન આ વિવિધ કૃ તએનુ સૂક્ષ્મ અધ્યયન કરવામાં આવા તે! મુઘલકાલીન ગુજરાતના રાજકીય ધાર્મિક તથા સામાજિક જીવન વિશે વિપુલ માહિતી સાંપડે તેમ છે.