________________
| મુઘલ કાલ
[ .. વગેરેની કિંમતનો ખ્યાલ આવે છે. વળી દસ્તાવેજો તે તે સમયની પ્રચલિત ભાષાને તથા લિપિના પ્રત્યક્ષ નમૂના પૂરા પાડે છે. દસ્તાવેજ ખતેમાં વપરાતા વિવિધ પારિભાષિક શબ્દ પણ જાણવા મળે છે. મતું અને સાખના હસ્તાક્ષરોમાં નામેનું તથા અક્ષરોના મરેડનું વૈવિધ્ય વરતાય છે.
મિરાતે અહમદી' (ઈ.સ. ૧૭૪૭-૬૧)ના લેખક અલી, મુહમ્મદખાન જે મુઘલ હકુમત નીચેના ગુજરાતના છેલ્લા દીવાન હતા, તેમણે પોતાના એ ગ્રંથમાં અમદવાદના દફતરખાનામાંનાં ઘણું શાહી ફરમાન ઉતાર્યા છે, જે સર્વે મુઘલ હકુમતના કાલનાં છે. આ ફરમાન વિવિધ બાબતોને લગતાં છે, જેમકે કાલગણના માટે તારીખે ઇલાહી અપનાવવા માટેનું અકબરનું ફરમાન ૧૪ અમુક ચીજો પર જકાત ન હોવા માટેનું અકબરનું ફરમાન ૭ મિસ્ત્રી સાતરખાનને સૂબેદારી સોંપવા માટે બાદશાહ શાહજહાંએ સુબેદાર આઝમખાનને ફરમાવેલું ફરમાન,૮ બાદશાહ મુરાદબક્ષનું શાંતિદાસના પુત્ર પાસેથી ઉછીની લીધેલી રકમ ચૂકવવા અંગેનું મુતમીદખાનને ફરમાન,૯૯ બાદશાહના ઔરંગઝેબનું રાજ્યમાં ભાંગનું વાવેતર ન કરવા વિશે દીવાન રહેમતખાનને ફરમાન,°° જમીન-મહેસૂલને લગતું ઔરંગઝેબનું ફરમાન • ૩૩ કલમનું ન્યાયને લગતું એનું ફરમાન માફ કરેલી જકાત નહિ હોવા માટેનું એનું ફરમાન ૩ અને સૂબેદાર તરીકે ઇબ્રાહીમખાનની નિમણુક કરતું અને ફરમાન, ૧૦૪ બાદશાહ મુહમ્મદ ફરુખશિયરનું તખ્તનશીનીને લગતું સૂબેદાર શહામતખાનને ફરમાન ૫ બાદશાહ મુહમ્મદ રફીનું જજિયાવેરાન ની નાબૂદી અંગેનું ફરમાન, ૧• બાદશાહ મુહમ્મદશાહ તરફથી ખુશાલચંદની નગરશેઠ તરીકે થયેલી નિમણૂક અંગેનો પરવાને ૧૭ જવાંમદખાન સાથેનો બાલાજીરાવને કરાર ૧૦૮ વગેરે.
છે. કેમિસરિયેતે મુઘલ શહેનશાહનાં ગુજરાતને લગનાં ૨૧ ફરમાનેન સંગ્રહ પ્રકાશિત કર્યો છે ને એની પ્રસ્તાવનામાં એ પ્રકારનાં બીજા ૨૦ ફરમાનોને સાર આપ્યો છે. એમાંનાં કેટલાંક રાજકીય ઇતિહાસની દૃષ્ટિએ પણ ઉપયોગી છે દા.ત. અકબરે પર્યુષણના પર્વદિનેમાં પ્રાણી-વધની મનાઈ અંગે હીરવિજયસૂરિને હિ.સ. ૯૯૨ (ઈ.સ. ૧૫૮૪)માં આપેલું ફરમાન ૧• અકબરે ઇલાહી સન ૩૫ (ઈ. સ. ૧૫૯૦)માં હીરવિજ્યસૂરિને આપેલું ફરમાન ૧૧૦ અકબરે ઈલાહી સન ૩૭(ઈ.સ. ૧૫૯૨)માં જૈન શ્વેતાંબર તીર્થો અંગે હીરવિજયસૂરિને આપેલું ફરમાન, ૧૧૧ અકબરે ઇલાહી સન ૪ (ઈ.સ. ૧૬૦૧)માં વિજયસેનસૂરિને આપેલું ફરમાન,૧૧૨ જહાંગીરે ૫. વિવેકહીને ઈ.સ. ૧૬૦૮ માં આપેલું ફરમાન ૧૧૩ જહાંગીરે ઈ.સ. ૧૬૧૦માં પં. વિવેકહર્ષને પર્યુષણ પર્વ અંગે આપેલું ફરમાન ૧૪ જહાંગીરે ઈ સ. ૧૬૧૬માં