________________
સાધન-સામગ્રી
૨૩ સતનત કાલ દરમ્યાન વિ.સં. ૧૫૩(ઈ.સ. ૧૪૭૬-૭૭)માં તૈયાર કરાયેલ ટેaઉદ્ધતિ ગ્રંથમાં ગુજરાતનાં ચાવડા તથા સોલંકી રાજ્યનાં તથા સલ્તનત કલનાં પચાસેક પ્રકારનાં ખતપત્ર આપવામાં આવ્યાં છે, પરંતુ એ ઘણે અંશે એ પ્રકારનાં ખતપત્રોના દસ્તાવેજી સ્વરૂપના નમૂનારૂપે જ છે.
સહતનતમાં ખતપત્રને “દફતરદાર” કહેતા ને દફતરખાતાના વડા અમલદારને દફતરદાર' કહેતા. શાહી શાસનના લખતને “ફરમાન” કહેતા. મુઘલ કાલનાં જે ખતપત્ર પ્રકાશિત થયાં છે તે મુખ્યત્વે શાહી ફરમાને છે ને એ ફરમાન ફારસી ભાષામાં લખાયેલા છે, પરંતુ ખાનગી મિલક્તના વેચાણ કે ગીરોને લગતા દસ્તાવેજ મુખ્યત્વે પરંપરાગત સંસ્કૃત-ગુજરાતી ભાષામાં લખાયા છે. આવા દસ્તાવેજોના સંગ્રહ પ્રકાશિત થયા નથી."
પરંતુ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રત-સંગ્રહમાં આ કાલના ૯ દસ્તાવેજ છે તેને ઉલેખ અહીં ઉપકારક છે. એ પૈકી ૨૨ વેચાણખત અને ૨૪ ગીરોખત છે. વેચાણખતે પૈકી ૧૬ ખત ઘરને લગતાં, ૪ ખત હાટને લગતાં અને ૨ ખત જમીનને લગતાં છે, જ્યારે ગીરોખતે પૈકી ૧૭ ઘરને લગતાં અને ૭ ખત હાટને લગતાં છે. ૨ દસ્તાવેજ મિલકતના ભાગ પડથાને લગતા છે ને એક દસ્તાવેજ પલાની ફારગતીને લાગતો છે. ખતપત્રોમાં આપેલી માહિતી વિવિધ ઉપયોગિતા ધરાવે છે. આ ખતો પૈકી ફક્ત બે ખત ફારસીમાં છે, બાકીનાં બધાં સંસ્કૃત-ગુજરાતીમાં છે. દરેક ખતમાં આરંભે તે તે સમયે રાજ્ય કરતા બાદશાહને તથા એના સૂબા અને દીવાન તેમજ તે તે સ્થળના કાછ કેટવાળ વગેરે સ્થાનિક અમલદારોનો નામનિર્દેશ આવે છે તે રાજકીય તથા વહીવટી ઈતિહાસ માટે ઉપયોગી છે. સંસ્કૃત-ગુજરાતી ખતપત્રમાં સમયનિર્દેશ વિક્રમ સંવતના વર્ષમાં માસ પક્ષ તિથિ અને વાર સાથે આપવામાં આવે છે. ઘણી વાર વિક્રમ સંવતની સાથે શક સંવતનું વર્ષ પણ આપ્યું હોય છે. ફારસી ખતપત્રમાં હિજરી સન અને/અથવા ઇલાહી સનનું વર્ષ મહિને તથા રોજ સાથે આપવામાં આવે છે. મિલકતના ગ્રાહક (લેનાર) અને દાયક (દેનાર)ને લગતી વિગતેમાં એ કાલની જ્ઞાતિઓ, ધંધાદારી વર્ગો તથા મનુષ્યનામેની કેટલીક વિગતવાર માહિતી મળે છે. ધર હાટ વગેરેના સ્થાનનિદેશની વિગતે પરથી એ નગર કે ગામનાં એ સમયનાં દરવાજા ચંકલાં પોળો વગેરેનાં પ્રચલિત નામ જાણવા મળે છે, જ્યારે ઘર હાટ વગેરેના વર્ણનની વિગતે પરથી એના
સ્થાપત્યકીય સ્વરૂપની તથા એનાં અંગઉપાંગોની માહિતી મળે છે. વેચાણ ને ગીરાને લગતી રકમ પરથી એ સમયનાં પ્રચલિત નાણું તથા ઘર હાટ ખેતર