________________
૪૨૬]
મુઘલ કાલ
[..
નજરે પડે છે. વળી ગેાખલાઓમાં બ્રહ્મા વિષ્ણુ શિવ ભવાની લક્ષ્મી ભૈરવ વગેરે દેવદેવીઓની પ્રતિમા દેખા દે છે. ગર્ભગૃહ પરનું શિખર લગભગ ૧૦૦૮ મીટર ઊંચુ ́ છે.કંપ
ગેડીનુ' અથલેશ્વર મહાદેવનુ મ ંદિર- —આ મંદિર ચૂનાના સફેદ પથ્થરનું છે. ઉત્તરેશ્વર મહાદેવના જૂના નામશેષ મંદિરમાંથી મળેલ ચતુર્મુખ લિંગ આ નવા મદિરમાં સ્થાપેલ છે. આ સ્થાપના ઈ.સ. ૧૫૭૯ માં ગેાપાત્ર વે નામે સાચેારા બ્રાહ્મણે કરેલી, શિખરવાળું ગર્ભગૃહ અને ઘૂમટવાળા મંડપ છે. એ ૨૨ ફૂટ (૬.૭ મીટર) લાંબુ અને ૮ ફૂટ (૨૪ મીટર) પહેાળુ છે. શિખર ૨૨ ફૂટ (૬.૭ મીટર) ઊ'ચુ' છે,કૈંક મદિર તક્ષદર્શીનમાં તથા રચનામાં સાદુ છે.
*
ખ’ભાતનું ચિંતામણિ પાર્શ્વનાથનુ મદિર-ગ ધારના શ્રીમાળી કુલના પરીખ જિયા અને રાજિયા નામે એ ભાઈ ખંભાતમાં આવીને વસ્યા હતા તેઓએ સ. ૧૬૪૪(ઈ.સ. ૧૫૮૮) માં પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીની પ્રતિમાના પ્રતિષ્ઠા કરાવી, એમાંની પાર્શ્વનાથ–પ્રતિમા ચિંતામણિ ’ નામે ઓળખાતી. ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને ૧૨ રતભ, ૬ દ્વાર અને છ દેવકુલિકા હતી. દ્વારપાલની બે મૂર્તિ હતી. મૂલ પ્રતિમાની આસપાસ ૨૫ મૂર્તિ હતી. મંદિરમાં એક ભવ્ય ભૂમિગૃહ (ભાંયરું) હતુ, જેને ૨૫ પગથિયાં હતા. એ સેાપાનની સામે ગણેશની સુ ંદર મૂર્તિ બેસાડી હતી, ભૂમિગૃહ સમચારસ હતું તે ૧૦ હાથ ઊંચુ હતુ. એને પાંચ દ્વાર હતાં. એની અંદર ૨૬ દેવ-કુલિકાઓ હતી. એની વેદિકા ઉપર આદિનાથ, મહાવીર સ્વામી અને શાંતિનાથની પ્રતિમાએ। હતી. ભૂમિગૃહમા ૧૦ હાથી અને ૮ સિ ંહ કાતરેલા હતા. અને એ દ્વારપાલ અને ચાર ચામરધારી હતા.૬૭
કાવીને ઋષભદેવ પ્રાસાદ—આચાર્ય હીરવિજયસૂરિની પ્રેરણાથી જૈન ધમ અંગીકાર કરેલા વડનગરના વતની અને ખંભાતના રહેવાસી નાગર વણિક બાહુઆએ કાત્રીમાંના લાકડુ ઈટ અને માટીના ચૈત્યને વિશી જોઈને સં. ૧૬૪૯(ઈ.સ. ૧૫૯૨) માં એના સ્થાને ‘સજિત્' નામનેા ઋષભદેવ-પ્રાસાદ. કરાવ્યા, સ્થાનિક લેાકેા એને ‘સાસુનું દેરાસર' તરીકે ઓળખે છે. દેરાસર પૂર્વપશ્ચિમ ૨૭૪ મીટર લાંબુ' અને ઉત્તર-દક્ષિણ ૧૮.૬ મીટર પહેાળું છે. સ્થાપત્ય સ્વરૂપમાં એ શત્રુંજય પરના આદિનાથ દેરાસર જેવું છે. એમાં મૂળ ગભારે પ્રદક્ષિણાપથ અંતરાલ સભામંડપ અને ભમતી છે. ગર્ભગૃહની ઉપર ઉત્તુંગ શિખર છે. ગભારામાં મૂળનાયક આદીશ્વરની ભવ્ય પ્રતિમા છે. એની આસપાસને. પરિકર સુંદર કોતરકામવાળા છે. ભમતીમાં પર ( બાવન ) દેરી છે, એના