________________
૧૩ મું].
થાપત્યકીય સ્મારક
[ કર૭
ગોખલા ખાલી છે. માત્ર ગભારા સામેની એક દેરીમાં આદીશ્વરની પ્રતિમા છે ને બીજીમાં આદીશ્વરનાં પગલાં છે. મંદિરની બહાર રાયણ વૃક્ષની રચના કરી એની નીચે આદીશ્વરનાં પગલાં સ્થાપ્યાં છે. ૮
શત્રુંજયનું આદીશ્વર મંદિર–શત્રુ જય પશ્ચિમ ભારતનું સહુથી મોટું જૈનતીર્થ છે. એનાં પાસે પાસે આવેલાં સંખ્યાબંધ મંદિરના સમૂહને લીધે એ. મંદિર નગર જેવું દેખાય છે (આ. ૨૬). શત્રુંજય ગિરિ પરના સહુથી મોટા અને મુખ્ય મંદિરના પૂર્વકારના રંગમંડપમાં એક સ્તંભ પર ૮૭ પંક્તિઓને એક લાંબો શિલાલેખ કોતરેલો છે. એમાં જણાવ્યું છે કે શત્રુંજય પરના આદીશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર અગાઉ સં. ૧૫૮૭ માં કર્મશાહે કરાવ્યો હતો, પરંતુ અતિપ્રાચીનતાને લીધે એ થોડા જ સમયમાં જર્જરિત થયું હતું, તેથી સવંશના સોની વછિયાના પુત્ર તેજપાલે બાદશાહ અકબર પાસે બહુમાન પામેલા હીરવિજયસૂરિની પ્રેરણાથી એને સમરાવ્યું. આ મંદિરનું શિખર એકંદરે ઉત્તુંગ લાગે છે. શિખર પર ૧,૨૪૫ કુંભ વિરાજે છે. મંદિર ઉપર ૨૧ સિંહ શેભી રહ્યા છે. ચાર યોગિની અને દસ દિપાલ યથાસ્થાન સ્થાપેલાં છે. મંદિરની ચારે બાજુ ૭૨ દેવકુલિકા છે, દરેક દેરી જિનમૂર્તિથી વિભૂષિત છે. મંદિર ચાર ગવાક્ષો, ૩૨ પૂતળીઓ અને ૩૨ તારણોથી શોભે છે. મંદિરમાં ૨૪ હાથી અને ૭૪ સ્તંભ છે. “નંદિવર્ધન’ નામે આ નવું મંદિર(આ. ર૭)સં. ૧૬૪૯માં તૈયાર થયું છે. સં. ૧૬પ૦ (ઈ.સ. ૧૫૯૪)માં તેજપાલે શત્રુંજયની યાત્રા કરી હીરવિજયસૂરિના હસ્તે એની પ્રતિષ્ઠા કરાવી હતી. કુલ
આ મંદિરનું સ્થાપત્ય-સ્વરૂપ શત્રુંજય પરનાં બીજાં પ્રાચીન મંદિરના સ્થાપત્યસ્વરૂપ જેવું જ છે. આદિનાથના ચોમુખ મંદિરમાં અને આ મંદિરમાં ફેર એટલો જ છે કે આ મંદિરને મંડપ બે માળને છે ને મૂલનાયકની મૂર્તિ મૂળગભારાની અંદર પછીત પાસેની પીઠિકા પર સ્થાપેલી છે. આ મૂર્તિ અસાધારણ મોટા કદની છે. શિખર તરફ જોતાં એને લાકડાના મકાનને મળતો દેખાવ તરત ધ્યાન ખેંચે છે. ગભારામાં અને રંગમંડપમાં ઘણી મૂર્તિ છે. ગભારાના દ્વારા આગળ ગજારૂઢ નાભિરાજ અને મરુદેવી દેખાય છે. વળી ઉપલે મજલે પણ ગભારામાં તેમજ મંડપમાં ઘણું મૂર્તિ છે.•
ભેંયતળિયેથી શિખર સુધી પર (બાવન) હાથની ઊંચાઈ છે. ભમતીની દેવકુલિકાઓથી દેવાલય શેભે છે. ચાર સુંદર ગવાક્ષ એની ભવ્યતામાં વૃદ્ધિ કરે છે. ગવાક્ષની જેમ પૂતળીઓ અને તોરણો મંદિરને કલાત્મક બનાવે છે.