________________
૧૩ સુ*]
સ્થાપત્યકીય સ્મારકા
[૫
ગામનુ નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, અસારવાનુ નીલકંઠ મંદિર, સાબરમતી પરના નવરંગપુરાનુ` હીંગળાજ ભવાનીનું મદિર, ખડ્ગધારેશ્વર મંદિર, અલીમપુરનુ સીરેશ્વર મહાદેવનું મંદિર અને મંઝુરીપરાનું થાનેશ્વર મહાદેવનું મંદિર ૧ ૨
મ .
પદ્મપુરાણુ–અંત ́ત સાભ્રમતી માહાત્મ્યમાં સાભ્રમતી તીરે આવેલાં અનેક તીથ' ગણાવ્યાં છે ને એ પૈકી ખધારેશ્વર, દુગ્ધશ્વર, કાટરા, ચંદ્રભાગા— સંગમ પરનું ચંદ્રેશ્વર, પિપ્પલાદ, નિખા` વગેરે તીર્થે અમદાવાદ પાસે જ આવેલાં છે. ૩ સ્કંદપુરાણમાં પણ ગુજરાતનાં આવાં અનેક તીથ ગણાવ્યાં છે. ૪ આ પુરાણ-ખંડ લગભગ આ કાલ દરમ્યાન લખાયા લાગે છે, પરંતુ એમાં જણાવેલાં કેટલાંક દેવાલય અદ્યપર્યંત વિદ્યમાન રહ્યાં છે, જ્યારે ખીજા અનેક દેવાલય હાલ એ નામે વિદ્યમાન રહ્યાં નથી.
‘મિરાતે અહમદી'માં અન્યત્ર શ્રાવકાનાં મ ંદિર પણ ગણાવ્યાં છે, જેમાં શત્રુ ંજય ગિરનાર પારકર મુંજપુર તાર ંગા આખુ કુંભારિયા કાવી નરોડા નવાનગર અને અમદાવાદનાં દેરાસરાના સમાયેશ થાય છે. ૪અ
આ ઉપરાંત કેટલાંક એવાં દેવાલય છે કે જેને ઉલ્લેખ અભિલેખામાં કે તવારીખમાં થયા નથી, પરંતુ જેનુ નિર્માણ એના સ્થાપત્ય-સ્વરૂપ પરથી આ કાલમાં થયુ' લાગે છે.
અભિલેખા સાહિત્ય અને પુરાવસ્તુ—એ ત્રણેય પ્રકારનાં સાધને દ્વારા -ગુજરાતનાં આ કાલનાં જે દેવાલય જાણવા મળે છે તે પૈકી કેટલાંક દેવાલયાના સ્થાપત્યકીય સ્વરૂપનું નિરૂપણ પ્રકાશિત થયેલુ છે.
માંડવીનુ' સુંદરવરનું મંદિર——આ મંદિર કચ્છના રાવ ખેંગારજીએ વિ.સ. ૧૬૩૧ (ઈ.સ. ૧૫૭૪) માં બંધાવેલુ. મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ અંદરના ભાગમાં ૩ x ૩.૩ મીટરનુ છે. એની અંદર કમલાસન પર લાકડાના પરિકરમાં સુ ંદરવરજીની ઊભી શ્યામ પાષાણુ–પ્રતિમા નજરે પડે છે. સભામંડપમાં દાખલ થવા માટે ત્રણે બાજુ મુખમ`ડપ કાઢેલા છે. મંડપનું વિતાનક ઠ સ્ત ંભા પર ટેકવેલું છે, સ્તંભ અંશત: અષ્ટકૅાણુ અને અંશત: વૃત્તાકાર છે. એમાં ‘ઝુ’મર' ઘાટની પદ્મશિલા છે, જેમાં નીચે જતાં સાંકડા થતા જતા સમકેંદ્ર વૃત્ત સ્તાની મધ્યમાંથી નીચે પદ્માકાર લટકણુ લટકે છે. વિતાનક(ત)ના અંદરના ધૂમટને વ્યાસ પાંચ મીટરને છે. સભામંડપની બહારની બાજુએ પીઠના ટેકાવાળી વેદિકા (એટલીએ) છે. પ્રાસાદના ભડાવરમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા વિવિધ કલાત્મક સ્તર કાઢેલા છે તેમાં પ્રતિમાએ ઇત્યાદિના એ પટ્ટ