________________
૨૮૪]
મુઘલ કાલ
[
દિલ્હી દરબારમાં કેદી તરીકે રજૂ કરવામાં આવ્યા. થોડા સમય પછી એવા સમાચાર મળ્યા કે ખાનજી નામે ઇસ્લાઈલી વહેરાઓના એક નેતા, અન્ય બાર વ્યક્તિઓની મદદથી નાસ્તિક સિદ્ધાંતને ઉપદેશ કરે છે. એ લેકેએ ઈસા અને તાજની મુક્તિ માટે એક લાખ અને ચૌદ હજાર રૂપિયા એકઠા કર્યા છે. તેઓ પાસે પોતાના સિદ્ધાંતોને ફેલાવો કરતાં ૬૦ પુસ્તક પણ છે. ઓરંગઝેબે તે ગુજરાતના સૂબેદારને હુકમ કર્યો કે એ મુલ્લાંને એના બાર સાગરીત સાથે કેદ કરી, એનાં પુસ્તક તથા એકત્ર કરેલ ધન સાથે દિલ્હી દરબારમાં મોકલવામાં આવે. એ ઉપરાંત વહેરાઓનાં બાળકો તથા અશિક્ષિત મોટેરાંઓને ધર્મનું સાચું જ્ઞાન મળે તે માટે તેઓને રૂઢિચુસ્ત સુન્નીઓને અપાતું શિક્ષણ આપવામાં આવે. અમદાવાદ તથા અન્ય પરગણાની આ પ્રમાણે વ્યવસ્થા કરવાનો હુકમ એણે કર્યો અને એ માટે જરૂરી ખર્ચની રકમ ઈસ્માઈલી વહોરા કોમ પાસેથી વસૂલ કરવાની તાકીદ કરી. આ રીતે સમગ્ર વહેરા કોમ ઉપર એણે ભારે અત્યાચાર કર્યા.૮
ઔરંગઝેબની ધાર્મિક અસહિષ્ણુતા તમામ ગેરસુની લેક તરફ હતી. સુની ઉલેમાઓ અને અન્ય સૈયદ તરફ એ માની લાગણીથી જેત. આલમ રજાનો હવાલો સંભાળતા બુખારી સૈયદને એણે ઘણી બક્ષિસ આપી હતી.
ઔરંગઝેબ રૂઢિચુસ્ત સિદ્ધાંતોના પાલનમાં હમેશાં વ્યસ્ત રહેતા. એના પિતાને કેદ કરી એ દિલ્હી સલ્તનતને અધિકારી બની ગયો હતો. ઈસ્લામના નિયમ પ્રમાણે જુમાની નમાઝમાં પોતાના ખુતબો પઢવા માટે એણે કાજીને વિનંતી કરી. પરંતુ તે સમયના સામ્રાજ્યના કાજી ઉસ્ કુજાતે પિતાની હયાતીમાં પુત્રના નામનો ખુબ પઢવાનો ઇનકાર કર્યો. આથી ઔરંગઝેબ દ્વિધામાં પડ્યો. તે સમયે ગુજરાતના અણહિલપુર પાટણના એક સુન્ની વિદ્વાન, શેખ અબ્દુલ વહાબે ઔરંગઝેબને દ્વિધામાંથી મુક્ત કર્યો. શેખ કાજી ઉસ્ કુજજાત સાથે ધાર્મિક ચર્ચા કરી એમણે સિદ્ધ કર્યું કે ઔરંગઝેબના નામને ખુબ પઢવાનું શાસ્ત્રસંમત છે. આ સેવાની કદર કરીને ઔરંગઝેબે શેખ અબ્દુલ વહાબને કાજ ઉલૂ ઉજજાતને ઊંચા હોદ્દા પર નીમ્યા.
ઔરંગઝેબનાં બધાં કાર્યો પાછળ એની ધાર્મિક ભાવના દેખાય છે. અન્ય ધર્માવલંબીઓને અને અન્ય મુસિલમ સંપ્રદાયને એનામાં ધાર્મિક ઝનૂન દેખાય એ રવાભાવિક છે. પરંતુ ચારિત્ર્યશુદ્ધિ અને સિદ્ધાંત-પાલનમાં એ અટલ હતો. એ દૃષ્ટિથી જોતાં સારાયે સામ્રાજ્યમાં એણે સુની સિદ્ધાંતનું પ્રચલન કર્યું.
બહાદુરશાહ શાહઆલમ ૧લે શિયામતાવલંબી હતો. એના સમયમાં ઈ.સ. ૧૭૦૮ માં ગાઝીઉદીનખાનને અમદાવાદના સૂબેદાર તરીકે મોકલવામાં