________________
ધર્મસંપ્રદાય
[૩૮૫
આવ્યો હતો. બહાદુર શાહે પિતાના એ સૂબેદારને હુકમ કર્યો કે શુક્રવારની આમ નમાઝમાં, જ્યારે પેગંબર સાહેબના ઉત્તરાધિકારીઓનાં નામ લેવામાં આવે ત્યારે, હજ. અલીનાં બિરુદોમાં “વસી” (વારસદાર) શબ્દ ઉમેરવામાં આવે અમદાવાદની જામે મજિદમાં જ્યારે ખતીબે એ પ્રમાણે શબ્દપ્રયોગ કર્યો ત્યારે સૂબેદાર સાથે આવેલ તુરાની સિપાહીઓએ એને વિરોધ કર્યો અને ફરીથી એ શબ્દપ્રયોગ ન. કરવાની ખતીબને ચેતવણી આપવામાં આવી, પરંતુ આ બાબતમાં એ મક્કમ રહેતાં એક રૂઢિચુસ્ત મુસલમાને એને મિમ્બર (વ્યાસપીઠ) પરથી ખેંચી કાઢી એનું ખૂન કર્યું.
આ બધા પ્રસંગે પરથી મુઘલ કાલ દરમ્યાન ઇસ્લામનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. રાગા જાહ્ય શારામ બાદશાહ દ્વારા ધાર્મિક સિદ્ધાંતને પુષ્ટિ મળતી અને એ પ્રમાણે પ્રજાએ પોતાની માન્યતાઓ અને સિદ્ધાંત ઘડવાં પડતાં. સામાન્ય મુસલમાન તે ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંતના પાલન દ્વારા પોતે મુસ્લિમ તરીકે જીવી શકતો, પરંતુ સાંપ્રદાયિક સંસ્કાર પામેલ મુસ્લિમ અન્યમતાવલંબી મુસલમાન સાથે સંઘર્ષમાં આવતો. રૂઢિચુસ્ત મુલ્લાઓ પોતાનું વર્ચસ ચાલુ રાખવા માટે અનેક પ્રયત્ન કરતા. પરિણામે આંતરિક સંઘર્ષ ઉત્પન્ન થતો. અકબર જેવા ધર્મસહિષ્ણુ બાદશાહના સમયમાં આવા સંધર્ષ ઘણા ઓછા જોવા મળે છે, પરંતુ ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત બાદશાહના સમયમાં રૂઢિચુરત મુલ્લાંઓના વર્ચસ નીચે આવા ઘણું સંઘર્ષ પ્રગટ થયા છે.
૩. જરથોસ્તી ધર્મ વસવાટ અને પ્રસાર
ઈ.સ. ૧૫૧૬ માં નવસારીમાં પવિત્ર આતશ લાવ્યા બાદ પારસીઓએ ઘણી પ્રગતિ કરી હતી. પવિત્ર આતશને વાંસદાથી નવસારી લાવવામાં આવ્યો ત્યારે સંજાણના ત્રણ બેદી નવસારી આવીને વસ્યા હતા. નવસારીમાં આ સમયે જે મૂળ પારસીઓ હતા તે ભાગરિયા કે ભાગલિયા તરીકે ઓળખાયા, કેમકે પોતાની કમાણીને–આવકને ભાગ તેઓ વહેંચી લેતા હતા.૮• ધાર્મિક ક્રિયાવિધિ કરવાના હક બાબત નવસારીના ભાગરિયા અને સંજાણ બેદ વચ્ચે વખતોવખત મતભેદ ઊભા થતા હતા અને અંદરોઅંદર તકરાર ચાલતી હતી. આ તકરારે નવસારીમાં વારંવાર ભયાનક રૂપ લીધું હતું અને એને નિકાલ આતશને પિતાના ખર્ચે નવસારી લાવનાર પ્રતિષ્ઠિત શેઠ ચાંગા આશા કે નવ
ઈતિ-૬-૨૫