________________
૧૧ મું]
ધર્મ-સંપ્રદાયે
૩િ૮૩
ગુજરાતના સૂબેદાર તરીકે જ્યારે ઔરંગઝેબની નિમણૂક કરવામાં આવી ત્યારે અમદાવાદના રૂઢિચુસ્ત મુલ્લાઓની ચડવણીથી એણે મહેદવિયા કેમ પર અત્યાચાર કર્યા. મુફતી અબ્દુલ કવી અને કાઝી અબ્દુલ વહાબે ઔરંગઝેબને સલાહ આપી કે પાલનપુરથી મહેદવિયા કોમના ઘર્મગુરને બોલાવવામાં આવે, જેથી એમની સાથે ઇસ્લામના સિદ્ધાંતોની ચર્ચા કરી શકાય. ઔરંગઝેબના હુકમ અનુસાર પાલનપુરથી સૈયદ રાજુ અમદાવાદ આવ્યા. ત્યાં સાંપ્રદાયિક સિદ્ધાંતની ચર્ચા થઈ, પરંતુ મૌલવીઓના મનનું સમાધાન ન થયું, આથી ઔરંગઝેબે ફતવો બહાર પાડી સૈયદ રાજને અમદાવાદ છોડી જવા ફરમાન કર્યું. સૈયદ રાજૂ અમદાવાદથી પાછા ફરતાં રુસ્તમબાગમાં વિશ્રામ અર્થે ગયા. રૂઢિચુસ્ત મુલ્લાંઓની ચડવણીથી અમદાવાદના કોટવાલે સૈયદ રાજુ પર હુમલો કર્યો. એ. દંગલમાં સૈયદ રાજૂ પિતાના ૨૨ અનુયાયીઓ સાથે શહીદ થયા. એમનાં શબને ત્યાં જ દાટી દેવામાં આવ્યાં. “મિરાતે અહમદી” અને “તારીખે પાલનપુરમાં આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. ને ધાર્મિક અસહિષ્ણુતાને આવો બીજો પ્રસંગ ઈ.સ. ૧૬૯૧ માં બન્યો. મોમનાઓ અને મનીઆઓ ઈમામશાહી ફિરકાના અનુયાયી હતા. ૧૫ મી સદીના ઉત્તરાર્ધમાં પ્રખ્યાત ઇસ્માઈલી ઉપદેશક ઇમામુદ્દીનના ઉપદેશથી કેટલાક હિંદુઓ અને લેઉવા કણબીઓ ઇસ્લામ સ્વીકારી ઇમામશાહી સંપ્રદાયમાં ભળ્યા હતા. ઈ.સ. ૧૬૯૧ માં સૈયદ શાહજી આ ફિરકાના ધર્મગુરુ હતા. એમના અનુયાયીઓ પીરાણું જઈ પોતાના ધર્મગુરુની ભક્તિ કરતા. સૈયદ શાહજીની ખ્યાતિની ઈર્યાને કારણે રૂઢિચુસ્ત મુલ્લાંઓએ ઔરંગઝેબને આ સમાચાર પહોંચાડવા. ઔરંગઝેબે ગુજરાતના સૂબેદારને હુકમ કર્યો કે રૌયદ શાહજીને શાહી દરબારમાં મોકલવામાં આવે, જેથી એ સંપ્રદાયના સિદ્ધાંતોની ચકાસણી કરી શકાય. શુજાતખાનના માણસ પીરાણા ગયા. શાહજીને લઈ અમદાવાદ તરફ જતાં માર્ગમાં શાહજીએ ઝેર પીને આત્મહત્યા કરી. એના પરિણામે મોમનાઓ અને મતીઓએ ઔરંગઝેબ સામે અસફળ બળવો કર્યો. એમાં ઘણાની હત્યા થઈ૭
- સુન્ની ઔરંગઝેબને શિયા મુસલમાનો પ્રત્યે ભારે નફરત હતી. ગુજરાતની ઇસ્માઈલી વહોરા કોમ એના રેષનું પાત્ર બની ગઈ એના હુકમથી અમદાવાદ આ કેમની મસ્જિદમાં સુન્ની ઈમામોની અને મુઅઝીમોની નિમણૂક કરવામાં આવી. ઈ.સ. ૧૭૦૩ માં એની પાસે રજૂઆત કરવામાં આવી કે ઈસા અને તાજ નામના બે વહેરાએ નાસ્તિક સિદ્ધાંતને પ્રચાર કરે છે. અમદાવાદના સદ્ર શેખ અઢામુદ્દીનની રજૂઆતને કારણે તેઓને કેદ કરવામાં આવ્યા અને