________________
સાધન-સામગ્રી
આવી શકે. અકબર અને જહાંગીરના સમયમાં અમદાવાદની ટંકશાળ વધુ કાર્ય શીલ હતી. સુરતની ટંકશાળમાં ઘણા ઓછા સિક્કા બહાર પાડયા હતા, પણ શાહજહાંના સમયથી સુરતની ટંકશાળ સૌથી વધુ કાર્યશીલ બની અને ઔરંગઝેબના સમય પછી અમદાવાદની ટંકશાળમાં બહુ ઓછા સિક્કા બહાર પાડવામાં આવ્યા હોય એમ લાગે છે, જ્યારે સુરતના સિક્કા લગભગ ઠેઠ સુધી મળી આવે છે બેદારબખ્ત અને મુહમ્મદ અકબર ૨ જાના સિક્કા આમ અપવાદ રૂપ છે. જૂનાગઢ અને ખંભાતની ટંકશાળમાં શાહજહાંના સમયથી સિક્કા નિયમિત રીતે પડ્યા હોવાનું જણાય છે. ફરૂખસિયારના સમયમાં પછી જૂનાગઢની ટંકશાળ બંધ કરવામાં આવી હોય એમ લાગે છે, જયારે ખંભાતના સિક્કા લગભગ ૧૮મી સદીના અંત સુધી મળી આવે છે. આ પરથી જણાય છે કે સુરત અને ખંભાત જેવા બંદર શાહજહાંના સમયથી વધુ વિકસ્યાં હોવાથી ત્યાં નાણાકીય પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થવા લાગી હતી.
૩. હિંદુ-જૈન સાહિત્ય પ્રસ્તુત કાલખંડની ઐતિહાસિક ઘટનાઓને એક અથવા બીજી રીતે વર્ણવતાં કે પ્રસ્તુત કરતાં હિંદુ-જૈન સાહિત્યિક સાધનમાં જૈન કૃતિઓની બહુલતા છે; જૈનેતર લેખકે એ રચેલું ઐતિહાસિક સાહિત્ય તુલનાએ અપ છે. એવી સાહિત્યકૃતિઓમાંથી પણ તત્કાલીન સંસ્કૃતિ અને અભ્યાસ માટેની સામગ્રી સ્વાભાવિક રીતે જ મળે છે એ એક જુદી વાત છે. ઈતિહાસનાં સાધન અનેકવિધ હોય છે, એમાં સૌથી મહત્વનું અને વ્યાપક સાધન સાહિત્ય છે. સાહિત્ય કોઈ સમય-કાલમાં રચાયેલું હોય છે. આથી સાહિત્ય પ્રાયઃ એ સમય ઉપર પ્રકાશ પડે છે અને એ સમય કે કાલનો અભ્યાસ સાહિત્યને સમજવામાં ઉપકારક થાય છે. વિશિષ્ટ અર્થમાં ઐતિહાસિક સાધનો લેખાય નહિ એવી સાહિત્યકૃત્તિઓ પણ તત્કાલીન જીવનને સમજવામાં અગત્યની છે; જોકે આ ગ્રંથમાલાના આયોજનની મર્યાદામાં રહી અહીં મુખ્યત્વે ઈતિહાસ પ્રધાન સાહિત્યની આપણે વાત કરીશું.
આ કાલખંડના જૈન-કુત એતિહાસિક સાહિત્યમાં આચાર્ય હીરવિજયસૂરિના જીવન વિશે લખાયેલી કૃતિઓ નોંધપાત્ર છે. મુખ્યત્વે એ કૃતિઓને આધાર લઈ અર્વાચીન કાળમાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ “સૂરીશ્વર અને સમ્રાટ' એ શીર્ષકના ગ્રંથ ગુજરાતી અને હિંદીમાં રચ્યા છે. પ્રસ્તુત ઐતિહાસિક કૃતિઓ સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં છે. એના કેન્દ્રમાં હીરવિજયસૂરિ જેવા