________________
૧૦]
મુહ કાલ
સિક્કા
સાધારણ રીતે મુઘલ સમ્રાટોના ગુજરાતના સિક્કા પણ વજન આકાર કિમત ભાગો વગેરે બાબતેમાં ભારતના બીજા ભાગોના એમના સિક્કાઓ જેવા છે. ગુજરાતના એમના સિક્કાઓની કેઈ આગવી વિશેષતા નથી. | ગુજરાતસ્થિત મુઘલ ટંકશાળે જે શહેરમાં હતી તેઓનાં નામ આ પ્રમાણે છે : અમદાવાદ પાટણ (ઉ. ગુ.) માલપુર સુરત જુનાગઢ ખંભાત પદનદેવ(પ્રભાસપાટણ) ઈસ્લામનગર (જામનગર) જેતપુર અને ભરૂચ.૩૩ આમાં પાટણ અને માલપુરના માત્ર અકબરના સિક્કા જ મળે છે જ્યારે પટ્ટનદેવના માત્ર શાહજહાંના, ઈસ્લામનગરના માત્ર ઔરંગઝેબના, જેતપુરના માત્ર અહમદશાહના અને ભરૂચના માત્ર આલમગીર ૨ જાન મળે છે.
ગુજરાતના મુઘલ સિક્કાઓમાં સલ્તનતકાલીન સિક્કાઓ કરતાં પ્રમાણમાં વધુ માહિતી મળે છે. બાદશાહનું પૂરું નામ, ટંકશાળનું નામ અને સિક્કો પડ્યાનું વર્ષ હિજરી સન અને રાજ્યવર્ષ કે ઈલાહી વર્ષ (શાહજહાંના સમય સુધી જ ઈલાહી વર્ષ મળે છે.) – એ અમુક રીતે આપવામાં આવેલ હોય છે. અકબર, જહાંગીર અને શાહજહાંના સિક્કાઓ પર ઘણી વખત એક વર્ષમાં જે જુદા જુદા મહિનાઓમાં સિક્કો પાડવામાં આવ્યા હોય તે મહિનાનું નામ પણ દર્શાવવામાં આવેલું હોય છે. મુઘલ સિક્કાઓના લખાણમાં શાહજહાંના સમય સુધી કલમાને પ્રવેગ થતો, પણ ઔરંગઝેબના સમયથી એ બંધ કરવામાં આવ્યો,
આ સિક્કાઓના ઐતિહાસિક મહત્વ વિશે વધુ કહેવાનું રહેતું નથી. એ સમયના ગુજરાતની આર્થિક (વેપાર અને નાણાકીય) તેમજ રાજકીય સ્થિતિને તેઓના પરથી આભાસ આવી શકે છે. તદુપરાંત એ ઇતિહાસનાં પુસ્તકમાં મળતી માહિતીના પૂરક કે અનુમોદક પણ બની રહે છે. કેઈ વખત તે પુસ્તકમાં ન મળતી હોય તેવી માહિતી પણ તેના દ્વારા મળી આવે છે. ઈરાનના રાજવી નાદિરશાહના નામના સિક્કા મુઘલ સમ્રાટ મુહમ્મદશાના સમયમાં ભારતની સંસ્થાળોમાંથી બહાર પાડવામાં આવ્યા હતા એ વિશે અનુમંદન અમદાવાદમાં
એના મળી આવેલા સિક્કાઓ પરથી મળે છે. ગુજરાતમાં મુઘલ સત્તાના અસ્ત પછી પણ મુઘલ સમ્રાટનું નામનું પણ સાર્વભૌમત્વ સ્વીકારવામાં આવ્યું હતું એ બેદારબખ અને મુહમ્મદ અકબર ૨ જાના સિક્કાઓ પરથી પુરવાર થાય છે.
આ સિક્કાઓની સંખ્યા પરથી ટંકશાળવાળાં શહેરની અગત્ય તેમજ જાહેરજલાલીને તેમજ તેઓની શાં કાણેસર અગત્ય હતી એને કાંઈ ખ્યાલ