________________
૧૨] મુઘલ કાલ
કિ. પ્રભાવશાળી આચાર્ય છે, પણ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં એમના અને એમના શિષ્યમંડળના સુદીર્ધ વિહાર, સમાજના સામાજિક-ધાર્મિક જીવન પરત્વે એમની પ્રવૃત્તિઓને વ્યાપ, અકબર પાદશાહ સમેત તત્કાલીન રાજશાસકે સાથે એમને સંપર્ક તથા એ પૈકી કેટલાક ઉપર એમને ઊંડે પ્રભાવ, ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિને જીવંત અને સતેજ રાખવામાં એમનું કુશળ આયોજન, ગુજરાત અને રાજસ્થાનના પ્રધાનતઃ વેપારી વર્ગમાં સામાજિક આત્મવિશ્વાસની ભાવના વિકસાવવામાં એમનું કવ–આ બધાં કારણે ને લીધે એમના જીવનને કેન્દ્રમાં રાખીને રચાયેલી સર્વકૃતિઓ ગુજરાતના સામાજિક-ધાર્મિક જીવનના અભ્યાસમાં બહુ અગત્યની છે.
આવી કૃતિઓમાં સર્વપ્રથમ સ્થાન દેવવિમલગણિકત “હીરસૌભાગ્ય કાવ્યનું છે. ૩૪ એ ઉપરની ટીકા પણ દેવવિમલગણિએ પિતે જ રચેલી છે. આ રચનાનું નામ સેમસુંદરસૂરિના જીવન વિશે અગાઉ પ્રતિષ્ઠામે રચેલા “સમસૌભાગ્ય કાવ્યની યાદ (ઈ.સ. ૧૪૯૮) આપે છે, જેને ઉલેખ આ ગ્રંથમાલાના પાંચમા ગ્રંથના પ્રથમ પ્રકરણમાં “હિંદુ-જૈન સાહિત્ય” એ શીર્ષક નીચે કરેલ છે.
સેમસૌભાગ્ય કાવ્ય' દસ સર્ગોનું છે, જ્યારે હીરસૌભાગ્ય કાવ્ય ૧૭ સર્ગોનું છે અને સટીક છે, વળી સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના નિયમોને બને ત્યાં સુધી અનુસરી રચાયેલું મહાકાવ્ય હેવા સાથે ઐતિહાસિક પ્રસંગે અને વિગતેથી ભરપૂર છે. એની અતિસંક્ષિપ્ત રૂપરેખા અહીં જોઈએ. એમાં શરૂઆતમાં હીરવિજયસૂરિનાં જન્મ, દીક્ષા, આચાર્યપદ-પ્રાપ્તિ, સમ્રાટ અકબરને આમંત્રણથી ગંધાર બંદરથી ફત્તેહપુર સિકરી સુધીની પદયાત્રા કરી સમ્રાટને જઈ મળવું, વગેરે વિગતે આપી છે. ત્યાર પછી ફોહપુર સિકરીને વૃત્તાંત છે ત્યાં સંઘજનેએ વાગતેગાજતે એમનું સ્વાગત કર્યું. ત્યાં જગમાલ કછવાહ (જયપુરના રાજા બિહારીમલના નાના ભાઈ)ના મહેલમાં એમણે વાસ કર્યો. “આઈને અકબરી'નાં કર્તા શેખ અબુલ ફઝલ સૂરિને પિતાને ઘેર લઈ ગયા અને ત્યાં અનેકવિધ શાસ્ત્રચર્ચા થઈ. અકબરે દરબાર ભરી, ગંધારથી સિકરી સુધી પગે ચાલીને આવનાર ગુરુ પાસે જૈનધર્મ અને એના આચારે વિશે માહિતી મેળવી. અકબરના પુત્ર શેખજી (સલીમ જહાંગીર) પાસે પાસુંદર નામે જૈન સાધુએ આપેલે હસ્તલિખિત પુસ્તકોને ભંડાર હતું તે એણે હીરવિજયસૂરિને આપે. સરિએ એ પુસ્તકે સુરક્ષિત રાખવા માટે આગ્રામાં જ્ઞાનભંડાર સ્થાપ્યો અને એ ચેમાસું (સં. ૧૯૩૯-ઈ.સ. ૧૫૬૩) આગ્રામાં ગાળ્યું. અકબરે એમને અશ્વ, હાથી વગેરેની ભેટ લેવા વિનંતિ કરી, પણ અપરિગ્રહી સાધુ તરીકે એવી ભેટ