________________
૩૨૪]
મુઘલ કાલે
[ગ
મુસલમાનેએ જે ઈતિહાસના ગ્રંથ લખ્યા છે તેમાં “મિરાતે અહમદી અને મિરાતે સિકંદરીનું સ્થાન વિશિષ્ટ છે.
ગુજરાતના મુસ્લિમો ફારસી ઉપરાંત અરબીન પણ સારા વિદ્વાન હતા. વેરા કેમના મુલ્લાંજી સાહેબ તથા એમના કુટુંબીઓ અરબીમાં નિષ્ણાત હતા. એમનાં ધાર્મિક અને નસીહતનાં પુસ્તક મોટે ભાગે અરબીમાં લખાયેલાં છે.
ગુજરાતી મુસ્લિમોએ વિવિધ વિષયો પર અરબી-ફારસીમાં લખેલાં પુસ્તક અમદાવાદ સુરત ભરૂચ જૂનાગઢ આદિ પ્રદેશના રાજ્યકર્તાઓ કે કાજીઓનાં પુસ્તકાલયોમાં અથવા સાધુસં તેના ખાનકાહામાં સચવાઈ રહ્યાં છે. અહીં એમાંના કેટલાક ખ્યાતનામ મુસ્લિમ લેખકે અને એમની કૃતિઓને ઉલ્લેખ કરીએ.
મીરઝા મુહમ્મદ હસનઃ “મિરાતે અહમદી'ના લેખક મીરઝા મુહમ્મદ હસન (અલી મુહમ્મદખાન)ના પિતા ઈસ. ૧૭૦૮ માં એમની નિમણૂક વાકેઆ નિગાર તરીકે થતાં અમદાવાદમાં આવી વસ્યા. એમના મૃત્યુ પછી, એમના પુત્ર, “મિરાતે અહમદી'ના લેખકને પિતાને કાબ મળ્યો અને એમને કાપડ બજારના અમીન તરીકે ચાલુ રાખવામાં આવ્યા. ઈ.સ. ૧૭૪૬ માં એમને દીવાનને હેદો આપવામાં આવ્યું, પરંતુ ઈ.સ. ૧૭૫૩ માં રાઘોબા તથા દામાજીરાવે અમદાવાદ જીતી લીધું ત્યારે એ નિમણૂક નામની બની રહી. આ રીતે એ ગુજરાતને અંતિમ શાહી દીવાન બને. એને ઇતિહાસ ૧૭૬૧ ના પાણીપતના યુદ્ધ પછી અટકી જાય છે.
દિલ્હીના બાદશાહ અહમદશાહના રાજ્ય-અમલ દરમ્યાન એણે લખવાનું શરૂ કર્યું, તેથી એ ગ્રંથનું નામ “મિરાતે અહમદી' રખાયું. લેખકે એ લખવામાં ૧૪ વર્ષોને સમય (ઈ.સ. ૧૭૪૮ થી ઈ.સ. ૧૭૬૧) લીધો અને એ લખવામાં એણે એક હિંદુ કાયસ્થ નામે મીઠાલાલ કે જે ગુજરાતના દીવાનની કચેરીને કર્મચારી હતો તેની મદદ લીધી હોવાનું એ નૈધે છે. મીઠાલાલ દફતરખાનાને વંશપરંપરાગત સબવીસ હતા અને સરકારી દફતરેથી સંપૂર્ણપણે વાકેફ હતો.
લેખકે પોતાને એ ઇતિહાસ કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે તરફદારી સિવાય લખ્યો છે. એમાં કેટલાક મુસ્લિમ સૂબેદારોને પણ એમની જુમી વર્તણૂક માટે વખોડી કાઢ્યા છે.
એ મૂળ ઈરાની ખાનદાનને હતું છતાં એણે ગુજરાતને પિતાનું વતન માન્યું હતું. એનાં લખાણમાં એને ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતીઓ પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત થાય છે.