________________
ભાષા અને સાહિત્ય
[૨૫
એના ઇતિહાસમાં બાદશાહ અકબરથી લઈને મુહમ્મદશાહ ખીજાના સમય સુધી લખાયેલાં અને ગુજરાતના સૂમેદારા કે દીવાનેાને માકલાયેલાં આશરે દોઢ ડઝન ક્રમાને સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ ઇતિહાસના પુસ્તક તરીકે આ મિરાતનું વિશિષ્ટ સ્થાન છે. પરંતુ મિરાતની ખાસ વિશેષતા મિરાત સાથે એણે જોડેલી ખાતીમાને કારણે છે. એમાં ગુજરાત વિશે ઘણી કિમતી માહિતી આપવામાં આવેલી છે.
*ક્ષુ']
સૈયદ સિકંદર : મિરાતે સિકંદરી'ના લેખક સિકંદર ઇબ્ન મુહમ્મદ ઉર્ફે મરૢ ઇબ્ન અકબર હતા.પ૧ જહાંગીર તથા છતમાદ-ઉદ્-દૌલા એને શેખ સિકંદર' નામથી ઓળખે છે. શેખ સિકંદરના પિતા બાદશાહ હુમાયૂ'ના હજૂરી અને ગ્ર ંથપાલ તરીકે ગુજરાતમાં આવ્યા હતા. સૈયદ મુબારક મુખારીના આધ્યાત્મિક શિષ્ય અને વિશ્વાસુ સાથીદાર તરીકે એના નામે લેખ થાય છે. રૌયદ મુબારકના મૃત્યુ પછી એના પુત્ર સૈયદ મિરાતની સેવામાં જોડાયા. જ્યારે બાદશાહ અકબર પ્રથમ વાર ગુજરાતમાં આવ્યા ત્યારે એ સૈયદ મિરાતના પુત્ર સૈયદ હમીદની તાકરી કરતા હતા.
ઈસ. ૧૬૧૦ માં એ શાહી નાકરીમાં જોડાયા હતા.
સિકંદરે ઘણા વિશ્વાસુ ગુજરાતીએ પાસેથી વાર્તાઓ અને દંતકથારૂપે માહિતી એકત્ર કરી હતી. 'મિરાતે સિક`દરી' આ માહિતી પર આધારિત પુસ્તક છે. એ ઈ.સ. ૧૬૧૩ માં, લેખકની ૫૮ વર્ષની ઉંમરે. લખાઈ પૂરું થયું. જહાંગીરે પાતે એની વિશ્વસનીયતા નેાંધી છે.
શેખ સિકંદરે, તસવ્વુફ્ ઉપર‘કાત-ઉલ-આરેફીન' નામનું પુસ્તક પણ લખ્યું છે, જેની એક જ પ્રત પ્રાપ્ય છે. લેખકે આ પુસ્તકની એક નકલ જહાંગીરના વજીર ઋતિમાદ-ઉદ્-દૌલાને અર્પણ કરી હતી. જ્યારે જહાંગીર અમદાવાદ આવ્યા ત્યારે શૈખ સિક ંદરની હવેલીનાં અંજીરની ખ્યાતિથી આકર્ષાઈ એણે એનાં ખાગ તથા હવેલીની મુલાકાત લીધી હતી.પર
બાદશાહ શાહજહાંના સમયમાં થઈ ગયેલ અબ્દુલ લતીફ ગુજરાતી લશ્કરખાનીએ પણ ફારસી સાહિત્યમાં નોંધપાત્ર ફાળે આપ્યા છે, એણે મૌલાના રૂમની મસતવી ઉપર એક તક્સીર લખી છે. એની પ્રસ્તાવના ઘણી આલ કારિક શૈલીમાં લખવામાં આવી છે. એમાં એણે ઉપમા તથા રૂપકાનેા છૂટથી ઉપયેગ કર્યો છે.
રસૈયદ મહમદ મકબૂલ આલમ ઃ એમને જન્મ ઈ.સ. ૧૫૮૧ માં થયે હતા. એમની એ કૃ ત ઘણી જાણીતી છે : (૧) જમઆતે શાહિયા–એ સાત