________________
૯ મું] ભાષા અને સાહિત્ય
[૩ર૩ રેવાશકર પરવારી: એ અમદાવાદને વતની હતા. ઈ.સ. ૧૭૬૧ સુધી એ હયાત હોવાની સાબિતી મળે છે. એના નામ સાથે “પરવારી આવે છે. એ ન્યાત ભરવાડ હોય. ફારસીમાં એનું પરવાર થયું હોય અથવા એ એનું તખલ્લુસ હોય.૫. જ્ઞાતિએ એ બ્રાહ્મણ યા નાગર હોય એવું લાગે છે. એ શાયર હતો. એણે ખાન અબ્દુલ વહાબખાનના સંબંધમાં એક મુસમ્મન (કાવ્યપ્રકાર) લખી છે. ગદ્યમાં એ અંત્યાનુપ્રાસવાળી શૈલીનો ઉપયોગ કરો. શિવલાલ વગેરેની રજનીશીમાં એના લખેલા દબાવ્યા છે, તેના ઉપરથી ફારસી ઝબાન ઉપરનો એને કાબૂ દેખાઈ આવે છે. પારસી લેખકે
હિંદુઓ ઉપરાંત પારસીઓએ પણ ફારસી ગ્રંથ લખ્યા છે. તેઓએ ઈરાનમાં વસતા પિતાના જરથોસ્તી ભાઈઓ સાથે લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખ્યો હતો અને તેથી ફારસી ભાષાને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આજે પણ દક્ષિણ ગુજરાતમાં પારસી ભાઈબહેને ફારસીને અભ્યાસ કરે છે, પરંતુ એમાં થોડી ઓટ આવી છે. પારસીઓએ લખેલા ફારસી ગ્રંથને મોટે ભાગ ધર્મ સંબંધી રિવાયતો વગેરેને છે.
ઈ.સ. ૧૬૭૫ માં એવદ દારાબ હારમઝદિયાર બિન કામદીન કેકે બાદ અસન્દિયારનામા” નામે એક ફારસી કાવ્ય લખ્યું હતું, પરંતુ સહુથી વધુ ખ્યાતનામ તો કિસ્સાએ–સંજાણું છે. એના લેખક બહમન બિન હમઝ દિયાર સંજણા છે. એમણે ઈ.સ. ૧૬૦૦ ના અરસામાં આ કાવ્ય લખ્યું હશે. પારસીઓ ઈરાન છેડી સંજાણ આવી વસ્યા એ પ્રસંગનું વર્ણન એમાં પદ્યરૂપે આપેલું છે. ગુજરાતના પારસી ભાઈઓની શરૂઆતની તવારીખી હકીકત જાણવા માટે એ પદ્યગ્રંથ જરૂરી માહિતી પૂરી પાડે છે.
એ પદ્યગ્રંથમાં ૮૬૪ પંક્તિ છે. છે. ફીઝ કાવસજી દાવર દર્શાવે છે કે એ પુસ્તકના લેખકને ઈતિહાસનું જ્ઞાન ઝાઝું ન હતું.
આચાર્ય શાપુરજી હેરમસજી હેડીવાળાએ પોતાના Studies in Parsi History માં એ પુસ્તકનું તલસ્પર્શી વિવેચન કર્યું છે. મુસિલમ લેખકો
ગુજરાતના મુસલમાનની માતૃભાષા ગુજરાતી હોવા છતાં ફારસી ભાષા પ્રત્યે એમનું કારણ આકર્ષણ રહેતું. ગુજરાતની બહારથી આવી ગુજરાતને વતન બનાવી રહેનાર સાધુ–સંત-ઓલિયાઓએ ધર્મ સૂફીવાદ સદાચાર વૈદ્યક ખગળ જ્યોતિષ અને દુન્યવી બાબતો ઉપર અનેક ગ્રંથ લખ્યા. ગુજરાતી