________________
૩૦૮]
મુઘલ કાલ
|| ઇ.
પેઠે (ઈ.સ. ૧૭ મી સદીના પૂર્વાર્ધ) : એનાં મોરધ્વજ-આખ્યાન' અને સુધન્વાખ્યાન મળે છે. •
મુરારિ (ઈ.સ. ૧૬ મી-૧૭ મી સદીના મધ્યભાગ) : એનું “ઈશ્વરવિવાહ’ નામનું આખ્યાન કેટિનું સારું કાવ્ય જાણવામાં આવ્યું છે.
નારાયણ (ઈ.સ. ૧૬ મી-૧૭ મી સદીના મધ્યભાગ): એની “નવરસ'ની એક સુંદર કાવ્યરચના પ્રકાશિત થયેલી છે.
ગોપાલ ભટ્ટ (ઈ.સ. ૧૭મી સદીના પૂર્વાર્ધ) એને “ભાષાવિચિત્ર” નામને અક્ષરમેળ વૃત્તોમાં લખાયેલા ગ્રંથ હેવાનું એમાંના પ્રસિદ્ધ થયેલા “સ્ત્રીશિક્ષણ પ્રકરણથી જાણવામાં આવ્યું છે.
ફાંગ (ઈ.સ. ૧૭ મી સદીને પૂર્વાર્ધ) એનું “હે સદ્ધર” નામે એકમાત્ર કાવ્ય જાણવામાં આવ્યું છે.
પિચ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વાર્ધ) : પૂજાસુત પિચાની એકમાત્ર રચના કુંડલાહરણ” જાણવામાં આવેલ છે
ધનદાસ (ઈ.સ. ૧૬પ૦ લગભગ હયાત) : “અર્જુનેગીતા' શીર્ષકથી ધનદાસની પઘગીતા ખૂબ જાણીતી છે.
નરસિંહ નવલ-(ઈ.સ. ૧૬૫૦ આસપાસ) : એનું એકમાત્ર “ઓખાહરણ” જાણવામાં આવ્યું છે.
ભગવાન વૈષ્ણવ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વાર્ધ) : “ગેકુલની શોભા’ નામનું એકમાત્ર સુંદર ધળ આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું જાણવામાં આવ્યું છે. આ એક ઇતિહાસ-મૂલક કાવ્ય છે, જેમાં શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીના કેટલાક વંશજોને નામોલ્લેખ થયેલે છે.
હરિદાસ વૈષ્ણવ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વધ) : શ્રી વિઠ્ઠલનાથજીના ૪ થા કુમાર શ્રી ગોકુલનાથજીના અનુયાયી આ નાથાસુત હરિદાસનાં વિરહગીતા” “અનુભવાનંદ' “ભક્તસુખદમંજરી' “જન્મલીલા” તેમ છૂટકળે તથાકીર્તને મળ્યાં છે.
કેશવદાસ વૈષ્ણવ (ઈ.સ. ૧૬૭૭ માં હયાત) : એની “વલ્લભવેલ” નામની રચના ઈતિહાસમૂલક કાવ્ય છે, જેમાં શ્રી વલ્લભાચાર્ય, એમના પુત્રશ્રી વિઠ્ઠલનાથજી અને એમના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી ઉફે શ્રીવલ્લભની ચરિત્રસામગ્રી નિરૂપિત થઈ છે. ભિન્ન ભિન્ન પ્રસંગોની સાલવારી ઉપયોગી છે. એક “મથુરાલીલા” ડાહ્યમપુરીના દેવજીસુત કેશવદાસની મળે છે તે કદાચ આ કેશવદાસ હોય.