________________
મું] ભાષા અને સાહિત્ય
[૩૦૭ ઈદ અને બાર માસ', કોઈ ગોવિંદરામનાં રૂફમિણી-વિવાહ અને સુભદ્રાહરણ', કઈ ગાવિંદદાસનાં નાગદમની” અને “રાધાહરણનાં પદ પણ મળે છે.
ભગવાનદાસ કાયસ્થ (ઈ.સ. ૧૯૨૫-૧૬૯૦) સુરતને ભગવાનદાસ કિંવા ભાઉ મૂળજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતો. એનાં “ભગવદ્દગીતા” “ભાગવતએકાદશસ્કંધ ફૂલગીતા અને સુદામાચરિત્ર' (ચારે વ્રજભાષાની છાંટનાં) જાણવામાં આવ્યાં છે.
કેશવદાસ (ઈ.સ. ૧૯૨૭માં હયાત) : એનું અશ્વમેધાંતર્ગત “બકદાભ્ય આખ્યાન જાણવામાં આવ્યું છે.
અવિચલદાસ (ઈ.સ. ૧૬૨૪-૧૬૪૩ માં હયાત) : નડિયાદના આધંતર સાઠોદરા વિષ્ણુદાસના પુત્ર અવિચલદાસનાં ‘ભાગવત–ષષ્ઠસ્કંધ' અને “આરણ્યક પર્વ' એ બે સળંગ આખ્યાન જાણવામાં આવ્યાં છે.
મધુસૂદન (ઈ.સ. ૧૬ ૩૧ માં હયાત) : ભાલણ-સુત ઉદ્ધવના નામે છપાયેલા રામાયણના “યુદ્ધકાંડના અંતભાગમાં કોઈ કર્ણપુરના મધુસૂદન નામના બ્રાહ્મણની રચનાની છેલે ઘાલમેલ થયેલી છે.
રાણસુત (ઈ.સ. ૧૯૩૧ માં હયાત)ઃ એનું એકમાત્ર “અહિરાવણનું આખ્યાન” મળ્યું છે.
હરજી-સુત રવાજી (ઈ.સ. ૧૬૩૩ માં હયાત) : એનું એકમાત્ર “ઉધોગપર્વ” મળ્યું છે.
પરમાણંદ (ઈ.સ. ૧૬૩૩ માં હયાત) : ભાગવતના દશમસ્કંધ અને એકાદશકંધને આધારે દીવના બ્રહ્મક્ષત્રિય પૂજાસુત પરમાણુંદને “હરિરસ" જાણવામાં આવ્યો છે.
હરજી-સુત કાહાન (ઈ.સ. ૧૬૩૭-૧૬૩૯માં હયાત); એનાં “અશ્વમેધપર્વ (મુદ્રિત) અને “ચંદ્રહાસ-આખ્યાન મળે છે.
વૈકુઠ (ઈ.સ. ૧૬ ૩૮–૧૬૬૮ માં હયાત)ઃ પિતા તુલસીના નામે છપાયેલું ધ્રુવાખ્યાન' રચી આપનારા આ કુતિયાણાના સારસ્વત બ્રાહ્મણે “ઉદ્યોગપર્વ' “ભીષ્મપર્વ” “કર્ણ પર્વ” “શલ્ય પર્વ” “નાસિકેતનું આખ્યાન” અને “નલકથા રચેલ છે.
હરિરામ (ઈ.સ. ૧૬૪૦ માં હયાત) : સુરતના માણભટ્ટ હરિરામની બન્નવાહન આખ્યાન “કૃષ્ણવિરહનાં પદ “સીતાસ્વયંવર ” અને “ રૂફમિણીહરણ–આ રચનાઓ જાણવામાં આવી છે.