________________
ભાષા અને સાહિત્ય
મહાવદાસ (ઈ.સ. ૧૭મી સદીને પૂર્વાર્ધ) : શ્રી ગોકુલનાથજીના અનુયાયીઓમાંને માહાવદાસ ગોકુલનાથને વિવાહ “રસસિંધુ અને રસાલયએ ત્રણ રચના આપે છે. ગુજરાતના આ વણિક વૈષ્ણવને પછી નિવાસ મથુરા નજીક ગોકુલમાં હતો.
નરહરિ (ઈ.સ. ૧૬૧૬-૧૬૪૪ માં હયાત)–એનું એકમાત્ર “હસ્તામલક” કાવ્ય જાણવામાં આવ્યું છે. એ વડોદરાનો રહીશ હતો. આ ઉપરાંત “ જ્ઞાનગીતા” “વાસિકસારગીતા” “ભગવદ્દગીતા” “પ્રબોધમંજરી” “આનંદરાસ ગોપી– ઉદ્ધવ સંવાદ' કક્કો’ ‘ભક્તમંજરી' “મા” “સ તનાં લક્ષણ” “હરિલીલામૃત પણ મળે છે. એ સમયના ચાર જ્ઞાની કવિઓમાંને એક હતો. બીજા તે બૂટિયો અખો અને ગોપાલ.
ગોપાલ (ઈ. સ. ૧૬૪૯ માં હયાત) : અમદાવાદની ફરમાનવાડીમાં આવી વસેલે આ ગોપાલ નાંદેલનો વતની અને ખીમજી નારણદાસને પુત્ર જાતે અડાલજો મોઢ હ. એનાં જ્ઞાનપ્રકાશ ગોપાલગીતા” (ઈ.સ. ૧૬૪૯) જાણતાં છે, ઉપરાંત હજી સંખ્યાબંધ જ્ઞાનમૂલક પદ અપ્રસિદ્ધ છે.
બૂદિયે (ઈ.સ. ૧૭મી સદીના ઉત્તરાર્ધ) ચાર જ્ઞાની કવિઓમાંના આ બૂટિયાનાં માત્ર બાર પદ જાણવામાં આવ્યાં છે.
અખો (ઈ.સ. ૧૬૪૯માં હયાત) : ગુજરાતે મેળવેલા ચેડા જ જ્ઞાની કવિઓમાં પિતાની આગવી કથનશૈલીથી ઉચ્ચ સ્થાન ધરાવતો આ અખે જાતે સેની હતો. અમદાવાદ નજીકના જેતલપુરને મૂળ વતની, પછીથી અમદાવાદમાં આવી વસ્યો હતો અને શાહી ટંકશાળનો અધિકારી બન્યો હતો. વિરક્તા સ્વભાવના આ જ્ઞાની કવિએ ‘અખેગીતા' કેવલ્યગીતા “ગુરુશિષ્યસંવાદ' “પંચીકરણ” "બ્રહ્મલીલા” “સંતપ્રિયા એ ખંડકાવ્યો ઉપરાંત કવિત્ત, છપ્પા, ચોપદી સાખીઓ, ભાસ, વાર, વિષ્ણુપદ, ધુર્ય, દૂહા-પરજિયા અને સેંકડોની સંખ્યામાં પદોની પણ રચના કરી છે. એને છપા એના સમાજદર્શનને સુંદર ચિતાર આપે છે.
સૂરભક (ઈ.સ. ૧૬૪૮ માં હયાત) : એનું એકમાત્ર આખ્યાન “સ્વર્ગારોહણી જાણવામાં આવ્યું છે. એ કલેલને રાયકવાળ બ્રાહ્મણ હતો.
મેરા-સુત ગેવિંદ (ઈ.સ. ૧૬૪૯ માં હયાત) : એનું એકમાત્ર આખ્યાન સુધન્વા-આખ્યાન મળ્યું છે. એ સુરતને વતની અને જ્ઞાતિએ કંસાર હતો.
માધવદાસ (ઈ.સ. ૧૬૪૯ માં હયાત) : સુરતનો વહેમીક કાયસ્થ. આ કવિ એનાં દશમસ્કંધ” અને “આદિપર્વ'થી જાણવામાં આવ્યો છે.