________________
૩૦૨]
મુઘલ કાલ
(ગ.
પ' રાજવિજયગણિ (ઈસ. ૧૬૭૧) : ૫, રાજવિજ્રયણુએ ખરતરગચ્છના આ. જિનચંદ્રસૂરિ ઉપર સ ૧૭૨૭ (ઈ સ. ૧૬૭૧) માં ‘વિજ્ઞપ્તિ-પત્ર’ લખ્યા છે. ૩૭
માનવિજયગણિ (ઈ.સ. ૧૬૭૫) : શાંતિવિજયગણુના શિષ્ય માનવિજયએ સ. ૧૭૩૧ (ઈ.સ. ૧૬૫) માં શ્રાવકોના કબ્ય વિશેના ધર્મ સંગ્રહ' નામે ગ્રંથ (સ્વાપન્ન ટીકા સાથે) અમદાવાદના નગરશેઠ શાંતિદાસની વિનતીથી રચ્યા.
મુનિ મેરુવિજય (ઈ.સ. ૧૬૮૫ : મુનિ મેરુવિજયે દેવકપત્તનથી સ. ૧૭૪૧ (ઈ.સ. ૧૯૮૫) માં દ્વીપ અંદરમાં વિરાજતા પોતાના ગુરુ (સસ્તંભવત: વિજયપ્રભસૂરિ) ઉપર્ વિજ્ઞપ્તિપત્ર' લખ્યા છે. ૩૮
સભવત: આ મેરુવિજયે ‘ચતુર્વિશતિજિનાનંદ સ્તુતિ' રચી છે. મેરુવિજ્યે ‘વસ્તુપાલ–તેજપાલ રાસ' નામક ગુજરાતી કૃતિ રચ્યાનું પણ જાણવા મળે છે.
ગણપતિ (ઈ.સ. ૧૬૮૬) : ભારદ્રાજ ગાત્રીય ઔદીચ્ય બ્રાહ્મણ રાવલ યશેાધરના પુત્ર ગણપતિએ ઔર ગઝેબને રાજ્યપાલમાં સ. ૧૭૪૨ (ઈ.સ. ૧૬૮૬) માં મુક્ત વિષયક ‘મુદ્ભૂત ગણપતિ' નામના ગ્રંથ રચ્યા છે. એણે ધર્મશાસ્ત્રના પણ
કેટલાક ગ્રંથ રચ્યા છે.
૫. લાવિજયગણિ (ઈ.સ. ૧૬૮૭) : ૫. કલ્યાણવિજયગણિના શિષ્ય ૫. લાવિજયણિએ દેવાસથી સં. ૧૭૪૩(ઈ.સ. ૧૯૮૭)માં પાટણમાં વિરાજતા આ. ‘વિજયપ્રભસૂરિ’ઉપર વિજ્ઞપ્તિ-પત્ર લખ્યા છે.૩૯
૫. ગમસુદરગણિ: (ઈ.સ. ૧૬૯૧) : ૫ આગમસુંદરગણુએ માલપુરથી સ’. ૧૭૪૭ (ઈ.સ. ૧૬૯૧) માં છંદુગ-જૂનાગઢમાં રહેલા આ. વિજયપ્રભસૂરિ ઉપર ‘વિજ્ઞપ્તિપત્ર' લખ્યા છે.૪૦
મુનિ દાનવિજય (ઈ.સ. ૧૬૯૪) : તપા. આ, શ્રી, વિજયરાજસૂરિના શિષ્ય મુનિ દાનવિજયે પેાતાના શિષ્ય દર્શનવિજ્ય માટે ‘પોસવા–કલ્પ' ઉપર ‘દીનદીપિકા' નામની વૃત્તિ સં. ૧૯૫૦ (ઈ.સ. ૧૬૯૫) માં રચેલી છે. વળી એમણે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલા શેખ તેમિયાંના પુત્ર ખડેમિયાં માટે સ. ૧૭૭૦ લગભગમાં ‘શબ્દભૂષણ' નામક સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના પદ્યમાં કરી છે.