________________
ભાષા અને સાહિત્ય
[૩૦૧ એ રીતે “કિરાત” અને “નૈષધનાં ચરણ લઈને પણ કાવ્ય રચ્યાં છે.
‘ચિત્રકાવ્ય-ચિત્રકાશ’ નામને ચિત્રકાવ્યરૂપ વિજ્ઞપ્તિપત્ર”, “પાણિનિયામય શિપ એક વિશાખપત્ર', “દિગ્વિજય મહાકાવ્ય (સ્વપજ્ઞ ટિપ્પણ સાથે) વગેરે ૩૫ રચના વિવિધ વિષયો ઉપર કરી આપી છે.૩૪
આ ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ સાતેક નાની રચના આપી છે. - પં. રવિવર્ધનગણિ (ઈ.સ. ૧૬૫૭) : ૫. સવિવર્ધનગણિએ સં. ૧૭૧૩ (ઈ.સ. ૧૬૫૭) માં રાજનગર અમદાવાદમાં સ્થિત આ. વિજયદેવ-સુરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે ૩૫
આ. વિજયપ્રભસૂરિ (ઈ.સ. ૧૬૫૯) : આ. વિજયપ્રભસૂરિએ એક મિત્ર સાધુ ઉપર સંસ્કૃતમાં પદ્ય-ગાય સુંદર “પત્ર' સં. ૧૭૧૫ (ઈ.સ. ૧૬૫૯) માં લખ્યો છે.
પં. નયવિજયગણિ (ઈ.સ. ૧૬૬૬) : પં. નયવિજયગણિએ ઘનઘોઘા) નગરથી સં. ૧૭૧૭ (ઈ.સ. ૧૬૬૧) માં જૂનાગઢમાં રહેલા આ. વિજયપ્રભસુરિ ઉપર વિજ્ઞપ્તિ પત્ર લખ્યો છે.'
મહાદેવ (ઈ.સ. ૧૬૬૨) : કચ્છના પાટનગર ભૂજના રહીશ કાનજીના પુત્ર મહાદેવે શક સં. ૧૫૮૩ (ઈ.સ. ૧૬૬૨) માં “મુહૂર્તદીપક' પણ ટીકા સાથે અને “કાલનિર્ણયસિદ્ધાંત” રચેલ છે. બીજા ગ્રંથ પણ જાણવા મળે છે.
મુનિ યશસ્વસાગર (ઈ.સ. ૧૬૬૫) : મુનિ યશસ્વસાગર ઉર્ફે જસવંતસાગરે આગમ દર્શન અને જ્યોતિષ વિષયમાં ગ્રંથ રચ્યા છે.
સં. ૧૭૨૧ (સં. ૧૭૧૨ ?) માં “વિચારત્રિશિકા-અવચૂરિ', સં. ૧૭૪માં ભાવસપ્તતિકા, સં. ૧૭૫૭ માં જૈનસપ્તપદાથી, સં. ૧૭૫૦ મા “પ્રમાણવાદાર્થ (સંગ્રામપુરમાં રાજા સિંહના રાજ્યમાં), સં. ૧૭૬૦માં ગણેશ દૈવજ્ઞકૃત “પ્રહલાઘવ ગ્રથ પર વાર્તિક, સં. ૧૭૬૨ માં જન્મકુંડલીવિષયક થશેરાજી પદ્ધતિ, રત્નાકરાવતારિકા-પંજિકામાંથી જવાદાર્થનિરૂપણ”, “સ્યાદ્વાદમુક્તાવલી” “સ્તવરત્ન” આદિ ગ્રંથની રચના કરી છે.
મુનિ માહમદયવિજય (ઈ સ. ૧૬૬૫) : મુનિ લબ્ધિવિજયના શિષ્ય મહિમધ્યવિજયે “જન્મપત્રી-પદ્ધતિની રચના સં. ૧૭૨ (ઈ.સ. ૧૬૬૫) માં કરી છે. એમણે “જ્યોતિષરત્નાકર' (વિ.સં. ૧૭૨૨ લગભગમાં) ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ કેટલીક રચના આપી છે.