________________
૯ મુ) ભાષા અને સાહિત્ય
[૩૦૩ - લબ્ધિચંદ્રગણિ (ઈ.સ. ૧૬૯૫) : ખર. મુનિ કલ્યાણનિધાનના શિષ્ય લધિચંદ્રગણિએ સં. ૧૭૫૧(ઈ.સ ૧૭૯૫)માં “જન્મપત્રી પદ્ધતિ અને લાલચંદ્રી પદ્ધતિ’ રચેલ છે.
સુમતિ વિજય (ઈ.સ. ૧૭ મી સદીના ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના વિનય મેના શિષ્ય સુમતિવિજયે “રઘુવંશ કાવ્ય ઉપર અને મેધદૂત કાવ્ય” ઉપર ટીકાઓ રચી છે.
વિશ્વનાથ (ઈ.સ ૧૭ મો સૈક) : વિશ્વનાથ નામના વિદ્વાને પારસ્કરગૃહ્યસૂત્ર' ઉપર ભાષ્ય રચ્યું છે. આ ગ્રંથની ગેપાલકેલિચંદ્રિકાના કર્તા રામકૃષ્ણ દેવજીએ પ્રશસ્તિ રચી છે.
કવિ જગન્નાથ (ઈ.સ. ૧૭ મે રસકે) : આનંદપુરનિવાસી પ્રશ્નોરા કવિ જગન્નાથે “ભાગ્યમહોદય' નામક ગ્રંથ રચ્યો છે, તેમાં તે એમણે જુદા જુદા અલંકારને પાત્ર કલ્પી ભાવનગરનરેશ વખતસિંહ તથા એની સભાનું વર્ણન કર્યું છે.
ગેપાલ (ઈ.સ. ૧૭૦૭) : નાગર બ્રાહ્મણ નીલકંઠના પુત્ર ગોપાલે વ્યાકરણવિષયક “કાતંત્રવિશ્વમસૂત્ર-ટીકા' નામે ટીકાગ્રંથ સં. ૧૭૬૩ (ઈ.સ. ૧૭૦૭) માં રચ્યો છે.
મુનિ દયાસિંહ (ઈ.સ. ૧૭૧૫) : મુનિદયાસિંહે રૂપાવાસ સં. ૧૭૭૧ (ઈ.સ. ૧૭૧૫) લગભગ જેસલમેરમાં સ્થિત આ. જિનસુખસૂરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. આ પત્રનો અંતભાગ ત્રુટિત છે.
હંસરત્ન (ઈ.સ. ૧૭૨૫-૨૬) : નાગપુરીય તપા. ન્યાયરત્નના શિષ્ય પંડિત હંસરને “શત્રુંજયમાહોલ્લેખ સુગમ સંસ્કૃતમાં મુખ્યત્વે ગદ્યમાં રચ્યો છે.
વાઘછ મુનિ (ઈ.સ. ૧૭૨૭) : પાર્ધચંદ્ર ગચ્છના મુનિ વાઘજીએ તિથિસારણી' નામને જ્યોતિષ-ગ્રંથ સં. ૧૭૮૩ (ઈ.સ. ૧૭૭)માં રચ્યો છે. આમાં પંચાંગ બનાવવાની પ્રક્રિયા બતાવી છે.૪૩
હસ મીઠું (ઈ.સ. ૧૭૩૮) : મહીકાંઠામાં આવેલા મહિસા ગામના વતની મેઢ બ્રાહ્મણ કૃપારામ શુકલના પુત્ર હંસ મીઠું (જન્મ વિ.સં. ૧૭૯૪ ઈ.સ. ૧૭૩૮) એ સંસ્કૃત અને ગુજરાતીમાં નાના-મેટા કેટલાક મંત્રવિષયક અભુત ગ્રંથ રચ્યા છે. વળી એમણે સ્ત્રીત્વમ “ભક્તિરંગિણી' શક્તિ “શકિત યા વિલાસલહરી' અને કેટલાંક સ્તોત્ર પણ રચેલાં છે.