________________
૨૫૪]
મુઘલ કાલ
છે.
લાગે. વર્ગો વર્ગો વચ્ચેના ઊંચાનીચા સ્તર સ્પષ્ટ થવા લાગ્યા. ઉચ્ચ વર્ગના મુસ્લિમ રાજ્યતંત્રમાં ઊંચા હોદ્દા ધરાવતા હતા. રાજ્યની અગત્યની જવાબદારી વાળી નેકરીઓ ઉપર મુખ્યત્વે કુલીન મુસ્લિમોને નીમવામાં આવતા. સાધારણ વર્ગના મુસ્લિમ સેનામાં ભરતી થતા અથવા પોતાના વારસાગત વ્યવસાય કરતા.
- ડે. આશીર્વાદીલાલ શ્રીવાસ્તવના મત પ્રમાણે ગુજરાતના મુસ્લિમ સમાજને પણ બે સ્તરોમાં વડેચી શકાય? ઉપલા સ્તરના મુસ્લિમ અને નીચલા સ્તરના મુસ્લિમ. ઉપલા સ્તરના મુસ્લિમોને બે પેટાવિભાગોમાં વહેંચી શકાય ? શસ્ત્રધારી અને કલમધારી. પ્રથમ વિભાગમાં વિદેશી તત્વોના બનેલા સિપાહીવર્ગને સમાવેશ થતો. તેઓ ખાન “મલેક” “અમીર' “સિપાહાલાર વગેરે દરજજો ભોગવતા. બીજા વિભાગમાં ધાર્મિક અને શૈક્ષણિક સેવાઓમાં વ્યસ્ત મુસલમાનોને સમાવેશ થતો. તેમાં સૌથી વધુ અગત્યને વર્ગ ઉલેમાઓ અર્થાત ધાર્મિક નેતાઓને હતો. ઉલેમાઓમાં ધાર્મિક પુરુષો શિક્ષકે અને કાજીઓ જેવા મુરિલભ હતા, તેઓ મુસ્લિમ સમાજના તમામ વર્ગો ઉપર અને રાજ્ય કારોબાર ઉપર પોતાને પ્રભાવ પાડી શક્તા.
બીજા અર્થાત નીચલા સામાજિક સ્તરના મુસલમાનમાં કારીગરો, દુકાનદારો, નાના વેપારીઓ અને સામાન્ય કારકુની કામ કરનારાઓનો સમાવેશ થતો. સૌથી નીચા સ્તરે કલંદરે અને ભિક્ષુકે હતા.
એ ઉપરાંત એક અગત્યને વર્ગ સૂફી સંતોને હતે. તેઓ આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા, પોતાના ખાનકાહ (રહેઠાણ) શહેરની બહાર રાખતા અને લોકમાનસ પર ઘણે પ્રભાવ ધરાવતા. બાદશાહે પણ એમને આશ્રય આપતા. શાહઆલમના રોજાના વ્યવસ્થાપક બુખારી સૈયદને ઔરંગઝેબે આશ્રય આપ્યો હતો. એ ઉપરાંત વટવાના સંત કુબે–આલમની ગાદીના ગાદીપતિ સૈયદ મુહમ્મદ સલીહ બુખારીને પણ ઘણી ભેગાર આપવામાં આવી હતી. પાટણના શેખ અબ્દુલૂ વહાબને ઔરંગઝેબે મુઘલ સામ્રાજ્યના કાઝી-ઉલૂ-કુઝાત બનાવ્યા હતા.
વિદેશી મુસલમાને સ્વભાવતઃ શહેરી પ્રજાજન હતા. તેઓને ગ્રામજીવન ગમતું નહિ. એમને મુખ્ય ધંધે સિપાહીગીરી અને રાજ્યકારોબારમાં હેદા ધરાવવાને હાઈ ગ્રામ વિસ્તારમાં જવાના પ્રસંગ એમને માટે ઘણા ઓછા ઉપસ્થિત થતા, એમ છતાં જે લેકે ધંધેરોજગાર કે શિક્ષણકાર્યમાં પ્રવૃત્ત રહેતા તેઓને ગામડામાં જવું પડતું. | મૂળ ભારતીય મુસલમાનમાં મોટા ભાગના કારીગર હતા. કેટલાક નાના કાનદાર હતા. ધણા ઓછા મુસ્લિમોએ ખેતીને સ્વીકાર કર્યો હતો. વિજેતા