________________
૭મું )
સામાજિક સ્થિતિ
રિપ૩.
રીતે દિલ્હીના સત્તાધીશો દ્વારા મોકલાતા સુબેદારે પણ પિતાની સાથે સામાજિક નવીનતા લાવતા અને એની અસર ગુજરાતના આ મુસ્લિમ સમાજ પર થતી.
ગુજરાતમાં મુઘલ સૂબાગીરીને પ્રથમ ૧૦૦ વર્ષોને સમય સામાજિક સ્થિરતાની દૃષ્ટિએ સુખ સમૃદ્ધિ અને શાંતિનો કોલ ગણી શકાય. ગુજરાતના મુસલમાન મુઘલ સુબેદારીના અમલ નીચે શાંતિથી જીવન નિર્ગમન કરતા, દ્રવ્યોપાર્જન કરી પોતાને સમૃદ્ધ બનાવી શકતા અને પોતાના ધર્મ તથા ઈમાનનું પાલન કરી શકતા હતા; હિંદુ-મુસલમાનો કે શિયા-સુન્નીના ભેદભાવ હેય તે. પણ એ બાહ્ય સ્તરે દષ્ટિગોચર થતા ન હતા. સૌ ને સમાન ન્યાય આપવામાં આવતો હતો, એટલું જ નહિ, પર તુ જે કઈ સૂબેદાર ધાર્મિક અતિરેક કર, તો એને એમ કરવામાંથી વારવામાં આવતો અને પાછો બોલાવી લેવામાં આવતો.
આખા દેશમાં જે પ્રકારનું શાસન પ્રવર્તમાન હતું તે જ પ્રકારનું શાસન ગુજરાતમાં પણ ચાલુ હતું. ઉપર કહ્યું તેમ ગુજરાતના સૂબેદારે દિહીશ્વરની લઘુ આવૃત્તિ જેવા હેઈ મુઘલ બાદશાહની બધી જ સારીનરસી પ્રવૃત્તિઓ એમનામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બાદશાહી મોજશેખ, ભોગવિલાસ, ફેશનપરસ્તી, સત્તા તથા સંપત્તિનું પ્રદર્શન, શિલ્પ-સ્થાપત્ય પ્રત્યે અનુરાગ આદિ બાબતમાં તેઓ બાદશાહેથી ભિન્ન ન હતા. ટૂંકમાં, તેઓ શાહી સંસ્કારે તેમ કુસંસ્કારોથી વિભૂષિત હતા.
એ સમયને સામાન્ય મુસલમાન, પછી એ ગુજરાતને હોય કે દેશના ઉત્તરીય પ્રદેશનો હોય, સર્વત્ર સમાન હતો. ઉચ્ચ મધ્યમ કે ગરીબ વર્ગને મુસ્લિમ પ્રાદેશિક વિશેષતાઓને બાદ કરતાં, સામાજિક દષ્ટિએ સમાન હતું. એની ધાર્મિક આર્થિક કે સામાજિક પરિસ્થિતિમાં ઝાઝો ફરક ન હતો. ગુજરાતના સાગરકાંઠાનાં શહેરોમાં વસતે મુસલમાન વેપારી વધુ સમૃદ્ધ હોય તે બંગાળ બિહારને એ જ વેપારી એટલે સમૃદ્ધ ન હોય તેમ બને. પરંતુ એનું કારણ જે તે પ્રદેશના વ્યાપારી વ્યાપને ગણી શકાય. એવું જ કેળવણી અને કંઈક અંશે ધાર્મિક, માન્યતાઓને વિશે કહી શકાય. પરંતુ સમગ્રતયા, મુઘલકાલ દરમ્યાન, ગુજરાતના મુસ્લિમ સમાજ દેશના અન્ય ભાગોના મુસ્લિમ સમાજ સાથે ઘણે અંશે સામ્ય ધરાવતો હતો.
આ સમય દરમ્યાન ગુજરાતને મુસિલમ સમાજ ધીરે ધીરે પોતાની મૌલિક વિશેષતાઓ ગુમાવીને ભારતીય રંગે રંગાતો ગયે. આ સ્થિતિ નવનિર્મિત મુસ્લિમ સમાજ પૂરતી મર્યાદિત ન રહેતાં, બધા જ મુસ્લિમ વર્ગોમાં પ્રચલિત બની. બીજી બાજુ સલતનત કાલમાં શરૂ થયેલ વર્ગભેદ હવે દઢ થવા