________________
૭ મું]
સામાજિક સ્થિતિ
(૨૫૫
મુસલમાનોએ ઇસ્લામમાં ધર્માતર કરાવેલ વર્ગ મટે ભાગે તો કારીગર લેકેને જ હતો. એ ઉપરાંત મુસ્લિમ સમાજમાં ખાટકી, ભિસ્તી, કેનરકામ કરનાર વગેરે લેક પણ હતા. કેટલાક મુસ્લિમો ચિત્રકાર, હકીમ, લેખનકાર અને કુરાને શરીફની નકલ કરનારાઓ પણ હતા. આમ તત્કાલીન મુસ્લિમ સમાજ અનેક ધંધાકીય અને વ્યાવસાયિક વર્ગોમાં વહેંચાયેલ હતો.
રહેણીકરણીની દષ્ટિએ ગુજરાતના મુસ્લિમ સમાજમાં ત્રણ વર્ગ સ્પષ્ટપણે દેખાઈ આવતા : ઉચ્ચ (અમીર) વર્ગ, મધ્યમ વર્ગ અને નીચલે (ગરીબ) વર્ગ. ઉચ્ચ વગ સામંતશાહી સ્વરૂપને હતે. આ વર્ગના લેક ઐશ્વર્યમાં આળોટતા, તેઓ પ્રજાના પૈસે ભેગવિલાસ અને અમનચમન કરતા. સામંતના જલસાઓ, નૃત્યસભાઓ, મહેફિલે, ભોજન સમારંભ, શિકાર વગેરેમાં લખલૂંટ ખર્ચ થતો.
મધ્યમ વર્ગની સ્થિતિ સાધારણ હતી. તેઓ સાદું પણ સુખી જીવન ગાળતા, પરંતુ સમાજના નીચલા વર્ગની સ્થિતિ ઘણી શોચનીય હતી. તેઓને ભોજનના સાંસા હતા, પહેરવા પૂરતાં વસ્ત્ર ન મળતાં. ગરમ કપડાં કે જોડા પહેરવાની તો તેઓ કલ્પના પણ કરી શકતા નહિ. અવારનવાર પડતા દુકાળ, ભૂખમરે, લેગ અને કોલેરા જેવા રોગચાળાઓ, રાજ્ય અને વેપારીઓ તરફથી થતું શેષણ અને કુદરતી આફતોએ એમને દયાપાત્ર બનાવી મૂક્યા હતા. ગરીબ મજૂરે પાસે મામૂલી દરે તનતોડ કામ લેવામાં આવતું. બદલામાં દિવસમાં એક વાર એમને થોડીક ખીચડી મળતી. તેઓ વાંસ-માટીનાં ઝુંપડામાં રહેતા. પિટપૂરતું ખાવાનું ન મળતું હોય ત્યાં એમની પાસેથી નીતિમયતા, સચ્ચાઈ કે ઈમાનદારીની શી આશા રાખી શકાય?૩૫ (આ) ભજન
ગુજરાતના મુસ્લિમ સમાજના ઉચ્ચ વર્ગ માટે ભોજન વૈભવ-પ્રદર્શનનું સાધન હતું. તેઓ પ્રાત:કાળે અલ્પાહાર, મધ્યાહૂને ભજન અને સાંજના વાળુએમ ત્રણ વખત ઠાઠમાઠથી ભોજન કરતા. ત્રણે સમયે ઉત્તમ ખાદ્ય પદાર્થો સાથે મેવા મીઠાઈ પણ લેવામાં આવતાં. મુસ્લિમો માંસાહાર કરતા. તેઓ સુગંધીદાર બિરંજ બનાવતા, જેવા કે કાબુલી, દુઝદ બિરયાની, પુલાવ વગેરે. હલવો એમની માનીતી મીઠાઈ હતો. પાળેલાં અને જંગલી પશુપક્ષીઓનું માંસ તળીને, શેકીને અથવા સૂપ બનાવીને તેઓ ખાતા, તેતર, બતક અને સસલાનું માંસ રોજના આહારમાં લેતા. પ્રવાસી મેન્ડેલોએ ગુજરાતના સૂબેદારે આપેલ એક જ્યાફતનું વર્ણન કર્યું છે એ પરથી એ સમયના ઉચ્ચ વર્ગીય મુસ્લિમોના ખોરાકની વાનગી. એને ખ્યાલ આવી શકે છે.